દેશમાં આ વખતે કોરોના વાયરસ રોગચાળા વચ્ચે દુર્ગાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ગાપૂજા પર કોરોનાની અસર સ્પષ્ટ દેખાય છે. દુર્ગા પંડાલોમાં ભક્તોની સંખ્યા ઘણી ઓછી છે, ત્યારે આ વખતે સાવચેતીના પગલા તરીકે દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. દુર્ગાપૂજા નિમિત્તે કોલકાતાના પંડાલમાં માતા દુર્ગાને ડોકટરના પોશાક તરીકે અને મહિષાસૂરને કોરોનાસુર તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વખતે મા દુર્ગા ડોક્ટરના સ્વરૂપમાં મહિષાસુરાનો વધ કરી રહ્યા છે.

મહિષાસૂરને કોરોનાસુર દર્શાવવામાં આવ્યો છે. આ તસવીરો કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ શેર કરી છે.

શશી થરૂરે ટ્વિટર પર લખ્યું છે કે, “કોવિડ 19ની થીમ પર કોલકાતામાં મા દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે, જે ઉત્તમ છે. આ મૂર્તિ બનાવી અને ડિઝાઇન કરનાર અજ્ઞાત લોકોને શુભેચ્છા.”

એટલું જ નહીં, પંડાલમાં ભગવાન ગણેશને પોલીસનાં કપડા પહેરાવવામાં આવ્યા છે.
