કાજોલ તેના સ્પષ્ટ નિવેદનો એટલે કે આખાબોલાપણા માટે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. હવે કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન અને તેની પુત્રી ન્યાસા વિશે એવું નિવેદન આપે છે કે ખુદ કિંગ ખાન પણ ચોંકી જાય છે. વીડિયો કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’નો છે જેમાં કાજોલ, શાહરુખ અને રાની મુખરજી નજરે પડે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરણ કાજોલને પૂછે છે કે આજથી 10 વર્ષ બાદ જો આર્યન અને ન્યાસા ભાગી જાય તો તારી પ્રતિક્રિયા શું હશે? તેના જવાબમાં કાજોલ કહે છે, ‘દિલવાલે દુલ્હા લે જાયેંગે.’ શાહરુખ કાજોલના નિવેદનથી થોડો મૂંઝવણમાં મૂકાઈ ગયો. તે કહે છે, મને આ જોક્સમાં કાંઈ ખબર ના પડી. મને તો ડર છે કે જો કાજોલ મારી વેવાણ બની ગઈ તો …. હું તો વિચારી પણ નથી શકતો. શાહરુખની આ વાત સાંભળીને કાજોલ અને રાની મુખરજી બંને હસવા લાગે છે.

ડોટર્સ ડે પર ન્યાસા માટે કાજોલની સ્પેશિયલ પોસ્ટ :
કાજોલે લખ્યું, ‘મારી પ્રિય પુત્રી, મને તારામાં સૌથી વધુ તારો યુનિક પોઈન્ટ ઓફ વ્યૂ અત્યંત પસંદ છે. તે હંમેશાં મારાથી થોડો અલગ હોય છે અને તે મને અને બીજા બધાને બાકીની દરેક બાબતોથી સંપૂર્ણપણે અલગ રીતે દેખાય છે અને આમ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે.’