કંગના રનૌતને ઓડિશાના મેહંદી રેજા નામની એક વકીલે તેના પર જાહેરમાં દુષ્કર્મની આચરવાની ધમકી આપી હતી

મુંબઇઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌતને જાહેરમાં રેપ કરવાની ધમકી મળી છે. કંગનાને એક વકીલે સોશ્યલ મીડિયા પર રેપ કરવાની ધમકી આપી છે. આ ધમકી કંગનાને તે પૉસ્ટ પર આપવામાં આવી છે, જેમાં તેને નવરાત્રી અને ઉપવાસનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, જ્યારે મામલો બરાબર ગરમાયો તો વકીલે માફી પણ માંગી લીધી, અને સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી આઇડી હેક થઇ ગઇ હતી.

આ પોસ્ટ દ્વારા કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું હતું, કોણ-કોણ નવરાત્રીનો ઉપવાસ રાખી રહ્યા છે. આજના નવરાત્રી ઉત્સવમાં ક્લિક કરેલી તસવીર, હું પણ વ્રત કરી રહી છું. કંગનાએ કહ્યુ હતુ કે મારી ઉપર વધુ એક એફઆઇઆર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં પપ્પુ સેનાને મારા સિવાય કઇ દેખાતુ નથી. મને વધારે યાદ ન કરો. હું ત્યાં જલદી આવીશ. કંગનાની આ પોસ્ટ પર વકીલ મેહંદી રેજાએ કોમેન્ટ કરતા લખ્યું હતું. ‘શહેરની વચ્ચે દુષ્કર્મ કરવો જોઇએ’

કંગના રનૌતને ઓડિશાના મેહંદી રેજા નામની એક વકીલે તેના પર જાહેરમાં દુષ્કર્મની આચરવાની ધમકી આપી હતી. ખરેખર, સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપમાં મુંબઇ પોલીસે બ્રાંદ્રા કોર્ટના આદેશ બાદ કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ શનિવારે એફઆઇઆર નોંધી છે.

જ્યારે આ મામલો ગરમાયો અને હોહો થઇ તો, બાદમાં મેહંદી રેજાએ માફી માંગી લીધી હતી, તેને લખ્યું- આજે સાંજે મારી ફેસબુક આઇડી હેક થઇ ગઇ અને તેનાથી કેટલીક અપમાનજનક કોમેન્ટ પોસ્ટ કરવામાં આવી. આ કોઇ મહિલા કે કોઇ સમુદાય અંગે મારો વિચાર નથી, હું પણ આઘાતમાં છું અને તેના માટે માફી માંગુ છું. હું દરેક લોકોને અનુરોધ કરું છું કે કૃપા કરીને મારી માફી સ્વીકાર કરે અને મને માફ કરે. જેની ભાવનાને દુ:ખ પહોંચ્યું છે, મને વાસ્તવામાં તેના માટે દુ:ખ છે. હું માફી માંગુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here