શરાદીય નવરાત્રીની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ છે. આ નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. ઘણી વાર એવું બને છે કે કોઈ ભૂલને કારણે ઉપવાસ તૂટી જાય છે.

ઉપવાસ તૂટી જાય તો ભક્ત પરેશાન થઇ જાય છે કે તેમની ઉપાસના અધૂરી રહી ગઇ. જો ક્યારેય આવુ થાય , તો તમારે પરેશાન થવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં, તેના ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનું પાલન કરો. અમે તમને જણાવી રહ્યા છીએ કે ઉપવાસ તૂટી જાય ત્યારે શું કરવું: –

જો તમારો ઉપવાસ તૂટી જાય તો સૌથી પહેલાં જેના માટે તમે વ્રત રાખ્યું છે તે દેવી અથવા દેવતાની પાસે ક્ષમા માંગી લો.
ઉપવાસ તૂટી જાય તો હવન કરાવવો જોઈએ અને જે દેવી અથવા દેવતા માટે તમે ઉપવાસ કર્યા હતા તેની માફી માંગવી જોઈએ.
દૂધ, દહીં, મધ અને ખાંડથી દેવી અને દેવતાની મૂર્તિને સ્નાન કરાવો. આ પછી, સોળ પ્રકારની પૂજા સામગ્રીથી મૂર્તિની પૂજા કરો.
દાન-પુણ્ય કરો અને આ માટે કોઈ પૂજારીની સલાહ લેવી જોઈએ.