કોરોનાકાળમાં રાજ્યની બધી શાળાઓ હાલમાં બંધ છે એવામાં આજે દિવાળી વેકેશનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે.

21 દિવસનું વેકેશન નકકી કરવામાં આવ્યું

જેમા નિયત કરવામાં આવતી વેકેશનની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડતી હોય છે. ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી જેના કારણે શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર નિયત થઈ શકેલ નથી. આ વર્ષે તા 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર દરમિયાન 21 દિવસનું વેકેશન નકકી કરવામાં આવ્યું છે. જેનો અમલ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here