આવનારા 2 મહિનામાં દેશમાં અનેક તહેવારો આવી રહ્યા છે. નવરાત્રિ બાદ દિવાળી અને છઠ પુજા છે. નવરાત્રિ દરમિયાન દેશમાં અનેક સ્થળોએ રામ લીલાનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા દેશભરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ કોરોની વચ્ચે તમામ તહેવારોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સાવધાની એ જ એક માત્ર વિકલ્પ છે.

  • સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે
  • ગાઈડલાઈનનો કડક અમલ કરવાની સાથે કાર્યક્રમોનું આયોજન થશે
  • દર્શકો કલાકારોને મળી નહીં શકે, ન સેલ્ફી લઈ શકશે ન શુભેચ્છા પાઠવી શકશે

કિકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશોવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે કોરોનાની વચ્ચે તહેવારો દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન અને માસ્કનો ઉપયોગ કરે તે જરુરી છે. આ ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલય તરફથી તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ ગાઈડલાઈનનો કડક અમલ કરવાની સાથે કાર્યક્રમોનું આયોજન થશે. કલાકારો અને દર્શકો ઉત્સાહ જાળવી રાખે.

  • કેન્ટોનમેન્ટ જોનને કાર્યક્રમોની પરવાનગી આપવામાં આવી નથી. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની રીતે આ પ્રસ્તાવ પર વિચાર કરી શકે.
  • સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમારોહમાં 6 ફુટનું સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજીયાત છે. કાર્યક્રમના સ્થળે પહેલા અને પછી સેનેટાઈઝ કરવામાં આવે. એન્ટી અને એક્ઝિટ ગેટ પર સ્પર્શ લેશ સેનેટાઈઝર રાખવામાં આવે.
  • કાર્યક્રમનું આયોજન કરનારા, ભાગ લેનારા કલાકારો અને દર્શકોથી માંડી તમામના મોબાઈલમાં સુરક્ષાસેતુ એપ ફરજિયાત છે. સફાઈ કર્મચારીઓને માસ્ક અને દસ્તાનાના નિકાલ માટે કચરા પેટી આપવામાં આવે.
  • શ્વાસન શિષ્ટાચારનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. છીંક ખાતા સમયે મોંઢુ અને નાંક ઢાંકવાની સાથે વપરાયેલા ટિશ્યુને યોગ્ય નિકાલ કરાય. તેમજ તમામે સ્વાસ્થ્ય ટેસ્ટીંગ કરાવવાની જવાબદારી છે અને પોતાની બિમારી અંગે જાણ કરવા રાજ્ય અને જિલ્લા હેલ્પલાઈનનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here