ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જેમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી. પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલ પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (pradipsinh jadeja) એ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. ત્યારે આ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં બનાસકાંઠામાં થયેલી મૂકબધિર કિશોરીની હત્યા વિશે કહ્યું કે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. સરકાર આ મામલે સ્પેશિયલ પીપીની પણ રાજય સરકાર નિમણૂંક કરશે.

તાજેતરમાં જ ડીસામાં એક મૂકબધિર કિશોરીની તેના પિતરાઈ ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પિતરાઈ ભાઈએ અત્યંત નિર્દયી રીતે મૂકબધિર કિશોરીની હત્યા કરી હતી. તેના ધડથી માથુ અલગ કરીને ઝાડીમાં ફેંકી દીધી હતી. ત્યારે આ મામલે ગૃહારાજ્ય મંત્રીએ કહ્યું કે, બળાત્કારની ઘટનામાં સરકાર કંઈપણ ચલાવવા માંગતી નથી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બળાત્કારની ઘટના મામલે દર પંદર દિવસે પોલીસે લીધેલા પગલાં બાબતે રિવ્યુ કરવામાં આવે છે. બળાત્કારના કેસમાં નરાધમોને ફાંસીની સજા અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે. 

ડીસામાં મૂકબધિર સગીરાની હત્યાના મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. તેમજ તમામે પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક પણ કરી હતી. ડીસાના અગ્રણી નાગરિકોએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી. તેમજ સ્પેશિયલ વકીલ આપવાની પણ માંગ કરાઈ હતી અને તપાસ અર્થે સ્પેશિયલ ટીમની રચનાની માંગ કરી હતી. ગૃહમંત્રીએ તેઓની તમામ માંગ સ્વીકારી હતી અને આરોપીને કડક સજા આપવાની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here