દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં હાથરસ કાંડથી દુઃખીને વાલ્મિકી સમાજના 50 પરિવારોના 236 લોકોએ ધર્મ પરિવર્તન કરી બુધ્ધ ધર્મ અપનાવી લીધો છે. આ મામલો ગાઝિયાબાદ કરહેડા વિસ્તારનો છે. ગત 14 ઓક્ટોબરે આ વિસ્તારમાં રહેનારા વાલ્મિકી સમાજના 236 લોકો ભેગા થયા અને બાબા સાહેબ આંબેડકરના પરપૌત્રની હાજરીમાં બૌધ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.

  • ગાઝિયાબાદમાં વાલ્મિકી સમાજના 50 પરિવારોએ કર્યુ ધર્મ પરિવર્તન
  • 14 ઓક્ટોબરે આ વિસ્તારમાં રહેનારા વાલ્મિકી સમાજના 236 લોકોએ કર્યુ ધર્મ પરિવર્તન 
  • બાબા સાહેબ આંબેડકરના પરપૌત્રની હાજરીમાં બૌધ્ધ ધર્મની દીક્ષા લીધી

આ પરિવારોનો આરોપ છે કે તેઓ હાથરસ કાંડથી ઘણા વધારે ડરી ગયા હતા. આરોપ એ પણ છે કે સતત ધાર્મિક તંગી સાથે જોડાયેલા હોવા છતાં તેમનું કોઈ સાંભળી રહ્યું નથી. તેમનો આરોપ છે કે દરેક જગ્યાએ તેમને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. ગત 14 ઓક્ટોબરના રોજ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં રાજરત્ન આંબેડકર બૌદ્ધ ધર્મની દીક્ષા આ લોકોને આપી રહ્યા છે. આ દરમિયાન આ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. તેમને ભારતીય બૌદ્ધ મહાસભા તરફથી એક પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું છે.

ધર્મ પરિવર્તન કરનારા બીર સિંહે જણાવ્યું કે તેમના ગામના 50 પરિવારોના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે. તેમણે કહ્યું કે આ માટે કોઈ ફી લેવામાં આવી નથી. બસ આ ધર્મ અપનાવ્યા બાદ સમાજ સેવા જેવા સારા કામ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે હાથરસની બુલગઢી ગામમાં વાલ્મિકી સમાજની એક દીકરી સાથે કથિત ગેંગરેપની ઘટના બાદ હત્યાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ અનેક જગ્યાએ વાલ્મિકી સમાજે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. હાલમાં આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. અને 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here