તેઓ ટ્વીટના માધ્યમથી સરકાર પર અવારનવાર પ્રહાર કરતાં જોવા મળ્યા છે.

અમદાવાદઃ ગુજરાત વિધાસભાની આઠ બેઠક માટે પેટા ચૂંટણીનો પ્રચોર જોરશોરથી ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીે એક ટ્વીટ કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

નોંધનીય છે કે, પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નવું અભિયાન ચલાવ્યું છે જેનું નામ ‘ગદ્દાર જયચંદો જવાબ આપો’ આપ્યું છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ રહે છે અને તેઓ તેના ટ્વીટને કારણે પણ ચર્ચામાં આવી જાય છે. તેઓ ટ્વીટના માધ્યમથી સરકાર પર અવારનવાર પ્રહાર કરતાં જોવા મળ્યા છે. ત્યારે હવે પેટા ચૂંટમીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ માહોલમાં ગરમાવો આવતો જઈ રહ્યો છે.

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વાર સોશિયલ મીડિયામાં ભાજપ અને પાર્ટી છોડીને ગયેલા ધારાસભ્યો પર પ્રહાર ક ર્યા છે. પરેશ ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ‘ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ’.

પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,’ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ. ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ.!

આ ટ્વીટમાં પરેશ ધાનાણીએ પોલિટિકલ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here