અમેરિકન ટેક કંપની ગૂગલે ( Google )ગૂગલ પ્લે સ્ટોર ( Google Play Store ) અને (Apple App Store) પરથી Trusted Contacts લોકેશન શેયરિંગ એપ્લિકેશનને હટાવી દીધી છે. જો કે, તે યૂઝર્સ 1 ડિસેમ્બર સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે, જેમણે તે પહેલેથી જ ડાઉનલોડ કરી દીધી છે.

કંપનીએ હવે ગૂગલ મેપ્સ સાથે લોકેશન શેરિંગને જોડ્યું છે. તમને જણાવી દઈએ કે ગૂગલે અગાઉ ગૂગલ લેટિટ્યુડ (Google Latitude) અને ગુગલ પ્લસ (Google Plus) બંધ કરી દીધું હતું.

યૂઝર્સને ઇ-મેઇલ દ્વારા માહિતી મળી
ગૂગલે યુઝર્સને ઇ-મેઇલ દ્વારાTrusted Contacts એપ્લિકેશન બંધ થવાની જાણકારી આપી છે. કંપનીએ તેના ઇ-મેઇલમાં જણાવ્યું છે કે ગૂગલ મેપ્સ સાથે લોકેશન શેરિંગને જોડવામાં આવ્યું છે અને હવે Trusted Contactsની જરૂર નથી. કંપનીનું માનવું છે કે આ પગલું તેની સેવાઓ અને ઉત્પાદનને સુધારવા માટે લેવામાં આવ્યું છે.

Trusted Contacts એપ્લિકેશન 2016માં શરૂ થઈ
2016 માં, ગૂગલે ( Google ) Trusted Contactsને શરૂ કરી હતી. શરૂઆતમાં આ એપ્લિકેશન ફક્ત Android વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી તે Apple યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાઈ હતી.

પ્રોડક્ટસને વધુ સારી બનાવવા ભર્યુ આ પગલુ
ગૂગલ છેલ્લા કેટલાક સમયથી તેના ઉત્પાદનો અને સેવાઓ સુધારવા માટે આવા પગલાં લઈ રહ્યું છે. Trusted Contacts એપ્લિકેશન પહેલાં ગૂગલે (Google Latitude) અને ગૂગલ પ્લસ (Google Plus) શેરિંગ બંધ કર્યું છે. ગૂગલે 2016 માં ટ્રસ્ટેડ કન્ટેક્સ એપ્લિકેશન શરૂ કરી હતી. આના દ્વારા, વપરાશકર્તાઓ તેમના મનપસંદ સંપર્ક સાથે (Device activity status) અને લોકેશન શેર કરી શકતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here