ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન અને ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઇપીએલની આ સિઝને હવે ઝડપ પકડી લીધી છે. દરરોજ તેનો રોમાંચ વધી રહ્યો છે. દરેક ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં સ્થાન હાંસલ કરવા માટે મથી રહી છે તેવી જ સ્થિતિ બેટ્સમેન અને બોલરની છે. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની પાછળ પાછળ શિખર ધવન ઝડપથી આવી રહ્યો છે.

ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ?

કિંગ્સ ઇલેવન ભલે પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હોય પરંતુ તેના આ બેટસમેન ઓરેન્જ કેપમાં તો મોખરે છે. લોકેશ રાહુલ 540 રન સાથે હાલમાં ઓરેન્જ કેપ ધરાવે છે તો દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન 465 રન સાથે બીજા ક્રમે છે. આમ તે ધવન કરતાં 75 રન પાછળ છે. રસપ્રદ બાબત તો એ છે કે ધવને છેલ્લી બે મેચમાં સદી ફટકારીને મયંક અગ્રવાલને તો પાછળ રાખી દીધો છે પણ તે હવે રાહુલને પડકારવાની સ્થિતિમાં આવી ગયો છે.

શિખર

જાણો શું કહે છે આંકડા

લોકેશ રાહુલે સળંગ ત્રીજી સિઝનમાં 500 રનનો આંક વટાવ્યો છે. તેણે 2018માં 659 અને 2019માં 593 રન ફટકાર્યા હતા જ્યારે 2020માં 540 રન સાથે રમી રહ્યો છે. હવે શિખર ધવને દસ મેચમાં 66.42ની સરેરાશથી 645 રન નોંધાવ્યા છે, ત્યાર બાદ મયંક અગ્રવાલ 398 રન સાથે ત્રીજા ક્રમે છે તો ફાફ ડુ પ્લેસિસે 375 અને વિરાટ કોહલીએ 347 રન ફટકાર્યા છે તો શ્રેયસ ઐય્યર 335, ડેવિડ વોર્નર 331, ક્વિન્ટન ડી કોક 322, જોની બેરસ્ટો 316 અને શુભમન ગિલ 311 રન ફટકારી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here