સુરતના જવેલર્સ દ્વારા નોટબંધી દરમ્યાન સોનાના વેચાણના નામે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માએ ઘોડ દોડ રોડના જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમ્યાન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો

પીવીએસ શર્માએ વડાપ્રધાન મોદીને ટ્વીટ કરી ઇડી તેમજ સીબીઆઇ તપાસની માંગણી કરી છે. શર્માએ જણાવ્યું કે જ્વેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ડિપોઝીટ કરી 33 ટકા ટેક્સ ભરવાના બદલે ફક્ત 80 લાખ ટેક્સ ભરવાની અરજી કરવામાં આવી હતી.. આશ્ચર્યજનક રીતે તેમની અરજી સ્વીકારી લેવામાં આવી. શર્માએ જણાવ્યું કે નોટબંધી જાહેર થઇ તે રાત્રે આ જ્વેલર્સ દ્વારા 2 લાખ ગ્રામ સોનાનું વેચાણ કરવામાં આવ્યું હતું.

જ્વેલર્સ દ્વારા ૧૧૦ કરોડ રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા

  • સુરતમાં કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ !
  • ૨૦૧૬માં નોટબંધી દરમ્યાન સોનાના વેચાણના નામે કૌભાંડનો આક્ષેપ
  • ઘોડ દોડ રોડ પરના જ્વેલર્સ પર કૌભાંડ આચરવાનો આક્ષેપ
  • જ્વેલર્સ દ્વારા ૧૧૦ કરોડ રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા
  • ૩૩ ટકા ટેક્સ ભરવાના બદલે ફક્ત ૮૦ લાખ ટેGસ ભરવાની અરજી કરાઇ
  • જ્વેલર્સની અરજી સ્વીકારી લેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા
  • નોટબંધીની રાત્રે જ્વેલર્સ દ્વારા ૨ લાખ ગ્રામ સોનાનું વેચાણ કરવામાં આવ્યું

આઇસીડીએસની સ્કીમને નિષ્ફળ કરવા 4 થી 5 જેટલા જ્વેલર્સ અને અધિકારીઓએ પ્રયાસ કર્યો. છે 2016-17નું એસેસમેન્ટ હાલ ફાઇનલ થઇ રહ્યું છે જે બાદ બધું કૌભાંડ બહાર આવશે. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં એનસીપીના નેતાનો પુત્ર પણ સામેલ છે… તેમજ કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામ તેમજ મહત્વના દસ્તાવેજો પણ મારી પાસે છે… જે હું એક બાદ એક ઉજાગર કરીશ તેમ પીવીએસ શર્માએ જણાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here