યુરોપ અને ઉત્તર અમેરિકા કોવિડ-19 મહામારી સામે લાડવા માટેની કળા એશિયાઈ દેશો પાસેથી શીખવી જોઈએ. વિષ આરોગ્ય સંસ્થા WHOના માઈક રિયાને મંગળવારે જાહેર કરવામાં આવેલા પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે. WHOના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ રિયાને જણાવ્યું છે કે વાયરસના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત વ્યક્તિએ કોરન્ટાઇન થવાની જરૂર છે.

આ ચાર દેશોએ પોતાના પ્રયાસોથી સંક્રમણ પર મેળવ્યું નિયંત્રણ
WHO ની રિપોર્ટ મુજબ, યુરોપિયન દેશો જેમાં રશિયા પણ સામેલ છે, ત્યાં ગત સપ્તાહે કોરોના વાયરસને કારણે 8500 લોકોના મોત થયા છે. અહીં અડધા દેશોએ કોરોના કેસમાં 50%નો વધારો નોંધ્યો છે. તો, છેલ્લા કેટલાંક મહિનામાં ઓસ્ટ્રેલિયા, ચીન જાપાન અને દક્ષિણ કોરિયા ટેસ્ટિંગ, આઇસોલેશન અને કોરન્ટાઇન પર સારામાં સારું કામ કરી સંક્રમણનો ખતરો ઘણો ઓછો કર્યો છે.
સંક્રમણ પર નિયંત્રણ માટે લાંબી યોજનાઓ
રિયાને જણાવ્યું છે કે આ દેશોના નાગરિકોને પોતાના દેશની સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો છે. આ દેશોએ યુરોપિયન દેશોની સરખામણીમાં વધુ દિવસો માટે સંક્રમણ પર નિયંત્રણ કરવાની યોજના બનાવીને લાગુ કરી છે. આ દેશોમાં લોકડાઉન બાદ પણ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સૅનેટાઇઝરને લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

કોરોના સામે રક્ષણની રેસ ક્યારેય પુરી નહિ થાય
માઈક રિયાને એક દાખલો રજુ કરતા જણાવ્યું છે કે કોરોના વાયરસથી તબાહી બાદ આ દેશોમાં લોકોએ સુરક્ષા અને બચાવની રેસમાં દોડવું ચાલુ રાખ્યું છે જરાં જે તેમને ખ્યાલ છે કે આ રેસ ક્યારેય ખતમ નથી થઇ. ફિનિશ લાઈન પસાર કર્યા બાદ એટલે કે વાયરસ પર નિયંત્રણ મેળવ્યા બાદ પણ તેમને રોજિંદી પ્રક્રિયાઓમાં ઘટાડો કર્યો છે.
કોરોના સામે લડત ચાલુ રાખવા WHO પ્રમુખનો આગ્રહ
તેમણે જણાવ્યું છે કે એશિયા, દક્ષિણ એશિયા અને પશ્ચિમ પ્રશાંતના જે દેશ મારા દિમાગમાં છે તેઓએ વાસ્તવમાં મુખ્ય નિયમોનું પાલન ચાલુ રાખ્યું છે, આ દરમ્યાન WHO પ્રમુખ ટેડરોસ અધનોમએ ઓથોરિટિસને આગ્રહ કર્યો છે કે તેઓ કોરોના વાયરસ સામે પોતાની જંગ ચાલુ રાખે.

આપણી સુરક્ષાનું કવચ નબળું થતા વાયરસની ગતિ વધે છે
તેમણે જણાવ્યું કે સમગ્ર દુનિયામાં 4 કરોડ થી પણ વધુ લોકો આ ભયંકર મહામારીના કહેરમાં આવી ચુક્યા છે અને 11 લાખથી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. તેમને જણાવ્યું કે મને ખ્યાલ છે કે આપણે ઘણા થાકી ચુક્યા છીએ પરંતુ જે ક્ષણે આપણે આપણી સુરક્ષાનું કવચ નબળું કરીયે છીએ વાયરસની ગતિ વધી જાય છે. સ્વાસ્થ્ય સુવિધાઓ અને હોસ્પિટલો માટે આ ડરામણી બાબત છે.