અમદાવાદ (Ahmedabad) આરોગ્ય ક્ષેત્રે વધુ એક હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદની યુ.એન. મહેતા (UN Mehta Hospital) બાળ હૃદયરોગ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કરશે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)તેમજ આરોગ્ય અધિકારીઓ અને ડોકટરો પણ રહેશે હાજર. શુ સુવિધાઓ મળશે આ અદ્યતન હોસ્પિટલ માં જુઓ..

અમદાવાદમાં 1982માં એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં માત્ર એક નાનકડા વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીની શરૂઆત બાદ તબક્કે તબક્કે તેમાં નવા નવા કામ થતા જોવા મળ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1992માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને ત્યાર બાદ બી.જે.મેડિકલ કોલેજની સામેના મેદાનમાં શરૂ થયેલ યુ.એન.મહેતા હોસ્પિટલ વધુ એક શિખર સર કરવા જઈ રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24મી ઓક્ટોબરના દિવસે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન બાળ હૃદયરોગ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરશે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિર્મિત હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સાથે સારવાર કરવામાં આવશે.

રાજ્યય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 470 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર થયેલ છે. હાલમાં અહિં 450 બેડની વ્યવસ્થા છે જે 1251 જેટલા બેડની સુવિધા થશે. 8 માળની અને 8 લાખ ચોરસફુટ ના બાંધકામ સાથેની અદ્યતન હોસ્પિટલ ઉર્જા સંરક્ષણ માટે ગ્રીહા-3 સ્ટાર હોસ્પિટલ છે. બાળકોના હૃદય રોગ માટેની ખાસ સારવાર આ હોસ્પિટલમાં આપવામાં આવશે.

આ હોસ્પિટલના ઇ-લોકાર્પણ સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહિતના નેતાઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here