ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરૂવારથી પ્રચાર શરૂ કરશે. પ્રથમ દિવસે સીએમ રૂપાણી અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે જાહેર સભા યોજશે. જ્યારે કે 26 ઓક્ટોબરે ડાંગ અને કપરાડામાં જાહેર સભાનું આયોજન કરાયું છે. 27 ઓક્ટોબરે સીએમ કરજણમાં જાહેર સભા સંબોધશે. તો 28 ઓક્ટોબરે લીંબડી અને મોરબીમાં સીએમની જાહેર સભાઓ યોજાશે. 29 ઓક્ટોબરે સીએમ ધારી અને ગઢડામાં ચૂંટણી પ્રચાર કરશે. 28 અને 29 ઓક્ટોબરના રોજ યોજાનારી જાહેર સભાઓમાં સીએમ રૂપાણીની સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ જોડાશે. રૂપાણી અને પાટિલ બંને સંયુક્તપણે સભાઓ યોજશે.

સીએમ રૂપાણી આઠેય બેઠક પર પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. નોંધનીય છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક આવતીકાલથી પ્રચારના શ્રીગણેશ કરશે. જ્યારે બીજી તરફ સીએમ રૂપાણી આઠેય બેઠક પર પ્રચાર કરશે. સીએમ રૂપાણી 28 અને 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરશે. તેમની સાથે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.

સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં ચૂંટણી પ્રચાર કરશે

બીજી તરફ સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ 29 અને 30મી ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 23મી ઓક્ટોબરે ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 24-25 ઓક્ટોબર અને 30-31 ઓક્ટોબરે સભાઓ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તમામ દિવસ પ્રચારમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here