ભાજપ (BJP)ના વરિષ્ઠ (BJP Leader) નેતા એકનાથ ખડસે (Eknath Khadse)એ પાર્ટીમાંથી રાજીનામું (Resignation) આપી દીધું હતું. ખડસેએ ભાજપના પ્રદેશ (Maharashtra BJP President) અધ્યક્ષ ચંન્દ્રકાંત પાટીલને (Chandrakant Patil) પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામામાં ખડસેએ વ્યક્તિગત કારણોસર પાર્ટી છોડ્યાનું જણાવ્યું છે. જ્યારે વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર બરાબરની હૈયાવરાળ ઠાલવી છે.

એકનાથ ખડસેએ કહ્યું હતું કે, પાર્ટી છોડવાની મારી કોઈ ઈચ્છા જ નહોતી, પણ એક વ્યક્તિના કારણે પાર્ટી છોડવી પડી રહી છે. આ નેતાની ફરિયાદ મેં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કરી હતી પરંતુ ત્યાં પણ મારી વાત સાંભળવામાં ના આવતા આખરે મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

ભાજપથી નહીં પણ એક વ્યક્તિથી છે નારાજગી

ખડસેએ કહ્યું હતું કે, મારી નારાજગી દેવેદ્ર ફડણવીસને લઈને છે. માને લોકોનો સાથ છે અને મેં મારૂ રાજીનામું આપ્યું. હું એનસીપી સાથે જોડાઈશ. મેં પાર્ટીને 40 વર્ષ આપ્યા. મારા પર આરોપ લાગ્યા ત્યારે મેં જાતે જ મુખ્યમંત્રી ફડણવીસને કહ્યું હતું કે, મારા પર ખોટા આરોપ લગાડવામાં આવી રહ્યાં છે.

મારા વિરૂદ્ધ તપાસ થઈ પણ કંઈ ના નિકળ્યું

ખડસેએ રાજીનામું આપ્યા બાદ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી પાર્ટીમાં બેઈજ્જતિ સહન કરવી પડતી હતી. હું ભાજપથી નારાજ નથી, એક વ્યક્તિથી નારાજ છું. મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ પણ થઈ પરંતુ તેમાંથી કંઈ જ નિકળ્યું નહીં. બાકી નેતાઓ પર આરોપ લાગે તો તેમને ક્લિન ચીટ આપવામાં આવે છે મને નહીં. મારા વિરૂદ્ધ તપાસ થઈ પણ તેમાં કઈં જ ના નિકળ્યું.

મેં એ સમયગાળામાં કામ કર્યું જ્યારે લોકો પથ્થર મારતા હતાં

નારાજગી વ્યક્ત કરતા ખડસેએ કહ્યું હતું કે, 40 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું. મેં પાર્ટી માટે એ સમયગાળામાં કામ કર્યું જ્યારે લોકો પથ્થર મારતા હતાં પણ અમે મહેનત કરી અને સરકાર આવી પછી પણ અમે મહેનત યથાવત રાખી. બાદમાં મને મંત્રી બનાવવામાં આવ્યો તે મારી મહેનત હતી. વિધાનસભામાં મારા પર આરોપ લાગ્યા ત્યારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ મારી તપાસની માંગણી ના કરી કારણ કે તેઓ જાણતા હતાં કે, હું સાચો છું.

એંટી કરપ્શન વિભાગ દ્વારા કરાવવામાં આવી તપાસ

તેમણે ફડણવીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ મને ફસાવી રહ્યાં હતાં. હું છેલ્લા 4 વર્ષથી ઘર પર જ છું. મારા વિરૂદ્ધ એન્ટિ કરપ્શન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી. મારા વિરૂદ્ધ એક મહિલાએ છેડતીનો પણ આરોપ લગાવ્યો. મેં જ્યારે ડીસીપીને આ મામલે પુછ્યું તો તેમણે કહ્યું હતું કે, શું કરીયે સીએમ સાહેબનો આદેશ છે. મારા વિરૂદ્ધ ખોટા આરોપોને કેમ લગાવવામાં આવી રહ્યાં છે તેના પર પોલીસે કહ્યું હતું કે, મહિલા હોબાળો મચાવી રહી છે.

ફડણવીસે આપી પ્રતિક્રિયા

એકનાથ ખડસેના રાજીનામા પર જ્યારે દેવેન્દ્ર ફડનવીસને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, મને ખડસેના રાજીનામાં વિષે ઔપચારીક રીતે કંઈ જ ખબર નથી. આ વિષે જાણકારી હાથ લાગ્યા બાદ વાત કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here