PM મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના લોકોને દુર્ગા પૂજાના અવસરે શુભેચ્છા પાઠવશે. પીએમ મોદીના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દરેક બૂથ પર કરાશે. રાજ્યના 78 હજાર મતદાન કેન્દ્રો પર કાર્યક્રમ યોજાશે. દરેક કેન્દ્ર પર 25 લોકો PMનો સંદેશો લાઈવ જોઈ શકશે. ભાજપ રાજ્યની 294 સીટ પર કાર્યક્રમની વ્યાપક તૈયારીઓ કરી રહ્યું છે. PM 12 વાગે વીડિયો કોન્ફરન્સની મદદથી દુર્ગા પૂજાના ઉત્સવની શરૂઆતમાં લોકોને શુભેચ્છા સંદેશ આપશે.
- પ.બંગાળમાં દુર્ગાપૂજા ઉત્સવની શરૂઆત
- PM પ.બંગાળના લોકોને શુભેચ્છા પાઠવશે
- લોકો PMનો સંદેશો લાઈવ જોઈ શકશે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યના 78 હજાર મતદાન કેન્દ્રોમાં દરેક કેન્દ્ર પર 25 થી વધુ કાર્યકર્તા અને સમર્થકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે કાર્યક્રમ જોશે અને સાંભળશે. આ કાર્યક્રમના આધારે કોલકત્તાના પૂર્વ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. સવારે 10 વાગે શરૂ થનારા કાર્યક્રમમાં રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતા હાજર રહેશે. રાજ્યમાં આવનારા દિવસોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધમાં રાજ્યમાં ભાજપ એક મજબૂત દળના આધારે આવી રહ્યું છે. ભાજપને ભરોસો છે કે તે આવનારી ચૂંટણીમાં પાર્ટી જોરદાર જીત મેળવશે. ગઈ લોકસભા ચૂંટણીમાં રાજ્યની 18 સીટ પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 22 સીટ પર જીત મળી હતી.