કોરોના વાયરસની મહામારીને કારણે લોકોને લોન ચૂકવવામાં મૂશ્કેલી પડી રહી છે. તેમજ તેમને લોનના હપ્તાને ચૂકવવામાં રાહતમાં વ્યાજ પર વ્યાજની ચૂકવણીમાં રાહત આપશે. આર્થિક બાબતો પર કેબિનેટ સમિતિએ આ દરમિયાન બેંકના માસિક હપ્તાના વ્યાજ પર વ્યાજને ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જોકે હજું પણ આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. જેથી સરકાર આ અંગેની પહેલી માહિતી સરકાર કોર્ટને જ આપશે.

  • સરકાર આ અંગેની પહેલી માહિતી સરકાર કોર્ટને જ આપશે
  • સરકારે વ્યાજ પર વ્યાજને ચૂકવવાનો નિર્ણય કર્યો છે
  •  સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે

નિર્ણય મુજબ સરકાર સિલેક્ટેડ કેટેગરીની લોનમાં છ મહિનામાં વસૂલવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના ગેપ એટલે કે વ્યાજ પર વ્યાજની રકમની ચૂંકવણી પોતે કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર, એમએસએમઈ, એજ્યુકેશન, હોમ, ક્રેડિટ કાર્ડ, વાહન અને પર્સનલ લોન જેવી લોનની કેટેગરીમાં આમાં આવશે.વ્યાજ પર વ્યાજની ચૂકવણીથી સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે આરબીઆઈએ એક માર્ચથી લઈને 31 ઓગસ્ટ સુધી મોરેટોરિયમ સમય લાગુ કર્યો હતો. એટલે કે આ દરમિયાન જો પૈસાની તંગીના કારણે જો કોઈ ઈએમઆઈ ન ચૂકાવી શકે તો તેને ડિફોલ્ડર્સ માનવામાં ન આવે.

જોકે આ દરમિયાન ન ચૂકવવામાં આવેલા ઈએમઆઈ પર બેંક ગ્રાહકો પાસેથી વ્યાજ વસૂલવાનું શરુ કર્યુ હતુ. આની વિરુદ્ધ અનેક ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એમએસએમઈ અને પર્સનલ લોન મળીને ફક્ત 2 કરોડ રુપિયા સુધીનું ચ્રક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here