આઈસીએઆઈ (ICAI) દ્વારા પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે અને જે મુજબ હવે ધો.૧૦ પાસ થયા પછી વિદ્યાર્થી સીએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરી શકશે. અગાઉ ધો.૧૨ પાસ થયા પછી જ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેન થઈ શકતું હતું.ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બર એમ બે વાર ફાઉન્ડેશન,ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા લેવાય છે. સીએમાં પ્રવેશ માટે ફાઉન્ડેશન પ્રોગ્રામ જરૂરી છે.
નવેમ્બર-ડિસેમ્બરની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે વિદ્યાર્થીઓ

ધો.૧૨ કોમર્સ પાસ થયેલ વિદ્યાર્થી ફાઉન્ડેશન પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ અગાઉના નિયમ મુજબ માર્ચમાં ધો.૧૨ની પરીક્ષા આપ્યા બાદ રિઝલ્ટ મે-જુનમાં આવે ત્યારે વિદ્યાર્થી મે-જુનની ફાઉન્ડેશન પરીક્ષા આપી શકતો ન હતો તે નવે-ડિસેમ્બરની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે. જ્યારે આઈસીએઆઈ દ્વારા હવે સીએ રેગ્યુલેશન એક્ટ ૧૯૮૮ની જોગવાઈઓમાં સુધારો કરાતા હવે ધો.૧૦ પાસ વિદ્યાર્થી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
જાણો શું છે નવો નિયમ

આઈસીએઆઈ (ICAI) દ્વારા આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયુ છે અને જે મુજબ ભારતમાંથી સીબીએસઈ ઉપરાંત કોઈ પણ રાજ્યના માન્ય બોર્ડમાંથી ધો.૧૦ પાસ કર્યા બાદ વિદ્યાર્થી ફાઉન્ડેશન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જે પ્રોવિઝનલ ગણાશે. મે-જુનમાં ધો.૧૦નું પરિણામ આવ્યા બાદ નવેમ્બરની પરીક્ષા નહી આપી શકે પરંતુ તેને સ્ટડી મટીરિયલ આપી દેવામા આવશે. ફાઉન્ડેશન પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ ધો.૧૨ સા.પ્ર.ની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે. નવા નિયમ મુજબ ફાઉન્ડેશન પરીક્ષા અગાઉ ૪ મહિનાનો સ્ટડી પીરિયડ હોવો જરૂરી છે.