બોલિવૂડ(Bollywood)માં ડ્રગ્સ કનેક્શનને લઈને NCB દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોલિવૂડ(Bollywood)માં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી કરતા આરોપીઓના એકાઉન્ટની તપાસ શરૂ કરી દીધી છે. NCB દ્વારા આરોપીઓએ વિતેલા 6 વર્ષોમાં કેટલી અચલ સંપત્તિ તૈયાર કરી અને તેની કમાણીનું ડ્રગ્સ સાથે શું સંબંધ છે તે જાણવા માંગે છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને કોર્ટે જામીન આપ્યાં છે. જ્યારે તેના ભાઈ શોવિક ચક્રવર્તી (Shovik Chakraborty) પોલીસ કસ્ટડીમાં છે.

બેંક ડીટેઈલથી લઈને કમાણીના તમામ સોર્સની તપાસ

NCBના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty), પેડલર વાસિદ પરિહાર (Vasid Parihar), જૈદ, અંકુશ, ફિલ્મ મેકર ક્ષિતિજ પ્રસાદ (Kshitij Prasad) અને કેજે ઉર્ફે કર્મજીત છેલ્લા 6 વર્ષોમાં તેયાર પ્રોપર્ટીની જાણકારી મેળવી રહી છે. તેના માટે NCBએ આ આરોપીઓની બેંક ડિટેઈલ્સ (Bank Details), ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) અને આવકના બીજા માધ્યોની જાણકારી ભેગી કરી રહી છે. આરોપીઓ સામે નાર્કોટિક્સ વિભાગે આ કાર્યવાહી એનડીપીએસના ચેપ્ટર 5એ હેઠળ કરી રહી છે. જેમાં આરોપીઓ ઉપર કલમ 27એ લગાવવામાં આવી છે.

રિયા ચક્રવર્તીને મળી ચુક્યાં છે જામીન

NCBએ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સામે કેસ દાખલ કર્યો હતો. જો કે, રિયાએ 7 ઓક્ટોબરે બુધવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ની જામીન મળ્યાં હતાં. રિયા આશરે 28 દિવસ સુધી જેલમાં રહી હતી. તે સિવાય અદાલતે દિપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડાની જામીન અરજી પણ મંજૂર કરી હતી. પરંતુ આ કેસમાં આરોપી અને રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ જેલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here