સુરતમાં ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. RTI એક્ટીવીસ્ટ સંજય ઈઝાવાનીએ પત્રકાર પરિષદ યોજી ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેનના કોન્ટ્રાક્ટરને 93 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ કમિશ્નર અને મદદનીશ પોલીસ કમિશ્નર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્રેનનો કોન્ટ્રાકટ ધરાવનાર અગ્રવાલ એજન્સીને રૂપિયા ચૂકવાયા હતા. આ મામલે ભ્રષ્ટાચાર અંગે એન્ટી કરપશન બ્યુરોમાં ફરિયાદ કરાઈ છે. તેમણે કહ્યું કે, માર્ચમાં રૂપિયા 30 લાખ, એપ્રિલમાં રૂપિયા 15 લાખ, મેમાં રૂપિયા 22 લાખની ચુકવણી કરવામાં આવી છે. તે સિવાય જૂનમાં રૂ. 26 અને જુલાઈમાં રૂ. 27 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. એસીપીએ રૂપિયા નહીં આપવાની નોંધ કરી હતી