ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે. તો બીજી તરફ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. અપ્રમાણસર વરસાદથી પહેલા ખેડૂતોના પાકને નુક્સાન થયુ છે પણ બાદમાં ડુગળીનો ભાવ તો બજારમાં વધ્યો. પરંતુ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ લાભ મળી રહ્યો નથી. ડુંગળી અને બટાટાના ભાવ 50થી 80 રૂપિયાએ પહોચ્યો છે. રાજકોટ યાર્ડમાં ડુંગળીના એક કટ્ટાનો ભાવ 650થી એક હજાર 250 રૂપિયા છે તો બટાટાના એક કટ્ટાનો ભાવ 400થી 670 રૂપિયા છે.