​​બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો – ઘોષણાપત્ર જાહેર કર્યો છે. આમાં પાર્ટીએ બિહારના લોકોને મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું છે. આ સાથે હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે કોરોનાની રસી ભાજપની નહીં પણ આખા દેશની છે.

ભાજપ પાસે ચહેરો નથી એટલે નાણાંમંત્રીનો ઉપયોગ

તેજસ્વી યાદવે કહ્યું કે, “ભાજપ પાસે ચહેરો નથી, નાણાંમંત્રી દ્વારા વિઝન ડોક્યુમેન્ટ જારી કરવામાં આવી રહ્યાં છે, એટલે કે તેઓનો કોઈ ચહેરો નથી. નાણાંમંત્રીને પૂછો કે બિહારને સવા લાખ કરોડ રૂપિયાનું પેકેજ ક્યારે અને કેવી રીતે મળ્યું. પૂછો તો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી મળ્યો. શું મળશે?

ભાજપે બિહાર માટે 11 ઠરાવોનું ઘોષણાપત્ર જાહેર કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને ભાજપનો ચૂંટણી મેનફિસ્ટો – ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. આ મેનફિસ્ટોમાં પાંચ સુત્રો, એક ધ્યેય અને એક ઠરાવને સ્થાન આપતા, આત્મનિર્ભર બિહાર બનાવવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો છે. ચૂંટણી ઘોષણાપત્રમાં કોરોના રસીનું નિઃશુલ્ક રસીકરણ કરાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. બિહાર માટે, ભાજપે તેના વિઝન ડોક્યુમેન્ટમાં 11 ઠરાવો કર્યા છે. પહેલી વાત એ છે કે જો સત્તામાં આવે તો કોરોના રસી વિના મૂલ્યે આપવામાં આવશે.

બિહારમાં 10 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે

જણાવી દઈએ કે બિહારમાં પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે મતદાન 28 ઓક્ટોબરના, બીજા તબક્કામાં 94 બેઠકો માટે 3 નવેમ્બરે અને તીજા તબક્કામાં 78 વિધાનસભા સીટો પર સાત નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here