રાજ્યના CM વિજય રૂપાણી (CM Vijay Rupani) પેટાચૂંટણી (ByElection) માટે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બન્ને પક્ષોના નેતા એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે અબડાસા (Abdasa)ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ માટે રૂપાણીએ એક સભા કરીને લોકોને સંબોધ્યા હતા. કોરોના (Corona) કાળમાં કચ્છમાં વિજય રૂપાણીએ કચ્છી અંદાજમાં લોકો પાસેથી મત માંગ્યા હતા. સીએમ વિજય રૂપાણીના દારૂવાળા નિવેદન બાદ હવે કોંગ્રેસ (Congress)માંથી ચાવડાનો પલટવાર જોવા મળી રહ્યો છે.

તમને જણાવીએ કે આજે નલિયાની સભામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, કોરોના કાળ વખતે કોંગ્રેસ જયપુરમાં હતી અને તેમના ધારાસભ્યો દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. એટલું જ નહીં, બનાસકાંઠામાં જ્યારે પુર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં ગયા હતા. કોંગ્રેસ ખેડૂત વિરોધી છે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમને પછાત રાખ્યા છે. તેઓએ બસ ખાલી મુસ્લિમોને વોટ બેંક સમજી છે. CMના દારૂવાળા નિવેદન પર થોડાક જ કલાકોમાં ચાવડાએ પલટવાર કરીને પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સીએમ અમને જયપુરમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધબુકા મારી રહ્યા હોવાનું જણાવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આજે પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. દારૂબંધીના નામે ખાલી ધતિંગ થઈ રહ્યા છે. એટલું જ નહીં, કાયદાની ઐસી કી તૈસી કરનાર બૂટલેગરોના દારૂના હપ્તા CM કાર્યાલય સુધી પહોંચે છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં સરેઆમ દારૂ, જુગારની પ્રવૃતિ ચાલે છે. ગુજરાતમાં ભાઉ અને ભાઈ વચ્ચે લડાઈ પણ છે.

સીએમના નિવેદન પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યો મુદ્દે સીએમના નિવેદન નકામું છે. ગુજરાતમાં ભાઉ અને ભાઈની વચ્ચે લડાઈ ચાલે છે, તેના વિશે તો વાત કરતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સીએમ વિજય રૂપાણીએ અબડાસા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચારમાં જણાવ્યું હતું કે, કોગ્રેસ હવે સમાપ્ત થવી જોઇએ. હાલ તેઓ જ્ઞાતીવાદના આધારે ચાલી રહ્યા છે. સરકાર સામે બોલવાનો કોંગ્રેસને કોઈ હક્ક નથી. તેમણે ઉમર્યું હતું કે, 3 તારીખે મત આપો, ભાજપને પછી વિકાસની ચિંતા ન કરતા. ભાજપ ગરીબોની પાર્ટી છે, અને અમે હંમેશાં ગરીબોને મદદ કરવા તત્પર રહીએ છીએ.

મારે બસ કોંગ્રેસને એક સવાલ પુછવાનો છે કે કોંગ્રેસ કોરોનામાં જયપુરમાં શુ કરવા ગઇ હતી. દારૂ પીને સ્વીમીંગ પુલમા હતી. મહારાષ્ટ્ર સરકારના સમયમા 40,000 લોકો કોરોનાથી મોત થયા, હવે કોગ્રેસ જવાબ આપે. કોગ્રેસ દેખાડે તેમની સરકારે ક્યા ફી માફી જાહેરાત કરી હોય. ગુજરાત સરકારે પ્રથમ વાર જાહેર કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here