મોટાભાગે મહિલાઓની રસોઈમાં કસૂરી મેથી જરૂરથી જોવા મળે છે. તે ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં મદદ કરે છે. પણ તેના સેવનથી જેટલો લાભ મહિલાઓને થાય છે તે જાણ્યા પછી તમને કસૂરી મેથી કોઇ વરદાનથી ઓછું નહીં લાગશે. આવો જાણીએ મહિલાઓએ કસૂરી મેથીનું સેવન શા માટે કરવું જોઈએ ?

1). કસૂરી મેથી બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે ડાયાબિટીસ અને ટાઇપ ટુ ડાયાબિટીસથી બચાવવામાં પણ સહાયક થાય છે અને એટલા માટે કસૂરી મેથીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવુ જોઈએ અને બ્લડસુગરનું સંતુલન જાળવવું જોઈએ.

2). નવજાત શિશુઓની માતાઓ માટે પણ કસૂરી મેથી ખૂબ જ ફાયદાકારક છે. તે દૂધ વધારવામાં ઉપયોગી થાય છે, જેથી બાળકનું પેટ સારી રીતે ભરાય છે અને તે ભૂખ્યું નથી રહેતું.

3). મહિલાઓમાં મેનોપોઝના સમયે થવાવાળા હોર્મોનલ બદલાવ માટે પણ કસૂરી મેથીનું સેવન ખૂબ જ લાભકારક સાબિત થાય છે, અને શરીર માં દુખાવા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

4). જો તમે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માંગો છો તો રોજ કસૂરી મેથીનું સેવન ભોજનમાં કરવું જરૂરી છે. તમે ઈચ્છો તો રાત્રિ દરમિયાન તેને પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીનું સેવન ખાલી પેટે કરવું જોઈએ.

5). પેટ અને લિવરની સમસ્યાઓનો હલ પણ કસૂરી મેથી પાસે છે. ગેસ,ડાયરિયા, કબજિયાત અને અન્ય સમસ્યાઓના સમાધાન માટે પણ તમે તેનું સેવન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here