કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. કોરોનાની પહોંચથી કોઇ પણ દુર નથી. પછી તે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય કે દેશનાં ગૃહમંત્રી અમિત શાહ હોય. જો કે કોરોના અંગે જાગૃતી લાવવા માટે ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાએ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી હતી. પરંતુ હવે તેઓ જ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. જેના કારણે તેમને સારવાર માટે અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આજે નરેશ કનોડિયાએ એક તસ્વીર સામે આવી છે. જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળી રહ્યા છે. 

અમદાવાદ :  કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. કોરોનાની પહોંચથી કોઇ પણ દુર નથી. પછી તે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય કે દેશનાં ગૃહમંત્રી અમિત શાહ હોય. જો કે કોરોના અંગે જાગૃતી લાવવા માટે ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાએ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી હતી. પરંતુ હવે તેઓ જ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. જેના કારણે તેમને સારવાર માટે અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આજે નરેશ કનોડિયાએ એક તસ્વીર સામે આવી છે. જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળી રહ્યા છે. 

આજે તેમના દિકરા હિતુ કનોડિયાએ પોતાના પિતાની એક તસ્વીર પોસ્ટ કરીને લોકોને તેમના માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મારા પિતાના સારા સ્વાસ્થય માટે તમામ લોકો પ્રાર્થના કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયા પોઝિટિવ આવ્યા બાદ તેમના સમગ્ર પરિવારના લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નરેશ કનોડિયાના પત્નિ, પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ કરાયા હતા. જો કે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

જો કે બીજી તરફ નરેશ કનોડિયાની સ્થિતી હાલ વિકટ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સ દ્વારા સતત તેમના સ્વાસ્થય પર નજર રાખવામાં આવી રહી છે. પરિવાર દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થય માટે પ્રાર્થના કરવા અપીલ કરવામાં આવી છે. પોતાનાં અતિલોકપ્રિય ગીત જાગ રે માલણ જાગ પરથી જ ભાગ કોરોના ભાગ ગીત બનાવીને કોરોના અંગે લોકજાગૃતી લાવનારા ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયા પોતે જ હાલ વિકટ સ્થિતીનો સામનો કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here