રેલવેના 11.58 લાખ કર્મચારીઓ માટે ખુશખબરી, આટલા દિવસના પગાર બરાબર મળશે બોનસ

રેલવે વિભાગ દ્વારા ગુરુવારે જણાવામાં આવ્યું છે કે તેમના અંદાજે 11.58 લાખ બિન ગેજેટેડ કર્મચારીઓને નાણાકીય વર્ષ 2019-20 માટે 78 દિવસના પગાર બરાબર બોનસ આપવાની મંજૂરી આપવામાં આવી છે. રેલવે કર્મચારીઓનું પ્રોડક્ટીવિટી બેઝડ બોનસ કુલ 2081.68 કરોડ રૂપિયા અંદાજિત છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારના રોજ થયેલી બેઠકમાં રેલ મંત્રાલયના 2019-20 માટે પોતાના બધા પાત્ર બિન-ગેઝેટેડ કર્મચારી (આરપીએફ-આરપીએસએફ કર્મચારીઓ સિવાય) ને 78 દિવસના પગાર બરાબર પ્રોડ્ક્ટીવિટી બેઝડ બોનસ આપવાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે.

રેલવેના બિન ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું પ્રોડ્કટીવિટી બેઝડ બોનસ (PLB) આપવાથી 2,081.68 કરોડ રૂપિયાનો નાણાંકીય બોઝ પડવાનું અનુમાન છે. બોનસ માટે પાત્ર બિન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે પગાર અંદાજ મર્યાદા 7,000 રૂપિયા પ્રતિ મહિના નક્કી કરવામાં આવી છે. 
 

રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર આ હેઠળ આવતા રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે મહત્તમ 17,951 રૂપિયા બોનસ મળશે. આ નિર્ણય રેલેવના અંદાજે 11.58 લાખ બિન ગેઝેટેડ કર્મચારીઓને લાભ મળશે. 

રેલવે પ્રોડ્કટીવિટી બેઝડ બોનસમાં બધા બિન ગેઝેટેડ કર્મચારી (આરપીએફ-આરપીએસએફ કર્મચારીઓને છોડીને) સામેલ છે. રેલવે કર્મચારીઓને દર વર્ષે પીએલબી દુર્ગા પુજા – દેશરા પહેલા મળે છે. 
 

એક નિવેદન અનુસાર, ‘મંત્રીમંડળના નિર્ણય હેઠળ… 2019-20 માટે 78 દિવસનું વેતન  બોનસ તરીકે આપવામાં આવશે. જેનાથી આશા છે કે કર્મચારીઓને રેલવેના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે પ્રોત્સાહિત કરશે.’

રેલવેએ કહ્યું છે કે પાત્ર રેલવે કર્મચારીઓને પીએલબી દર વર્ષે દુર્ગા પુજા-દશેરા પહેલા મળે છે. આ વર્ષે પણ મંત્રીમંડળેના નિર્ણયને આ વર્ષની દુર્ગા પૂજા-દશેરા પહેલા અમલમાં મુકાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here