ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન જ મારો સંદેશ છે. આ બાજુ પીએમ મોદી આવું કહેતા નથી. તેઓ પોતાની પ્રશંસામાં પણ વિશ્વાસ રાખતા નથી પરંતુ પોતે જ આદર્શ આચરણ કરીને પોતાના પ્રશંસકો અને અનુયાયીઓ માટે મિસાલ બનીને કઈ પણ કહ્યાં વગર જ તેમનું માર્ગદર્શન કરે છે. Oct 23, 2020, 10:05 AM IST  

નવી દિલ્હી: ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન જ મારો સંદેશ છે. આ બાજુ પીએમ મોદી આવું કહેતા નથી. તેઓ પોતાની પ્રશંસામાં પણ વિશ્વાસ રાખતા નથી પરંતુ પોતે જ આદર્શ આચરણ કરીને પોતાના પ્રશંસકો અને અનુયાયીઓ માટે મિસાલ બનીને કઈ પણ કહ્યાં વગર જ તેમનું માર્ગદર્શન કરે છે. 1/4

એક વર્ષથી છે ખાસ ડાયેટ પ્લાન

એક વર્ષથી છે ખાસ ડાયેટ પ્લાન

પ્રધાનમંત્રીને નજીકથી ઓળખનારા લોકો જાણે છે કે તેમનો અનુશાસિત ડાયેટ પ્લાન જ તેમના સ્વાસ્થ્યનું મૂળ રહસ્ય છે. હાલ નવરાત્ર દરમિયાન બધાને ખબર પડી ગઈ છે કે પીએમ મોદી આ નવ દિવસો દરમિયાન પોતાના ઉપવાસમાં શું શું ખાય છે પીવે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ જાણકારી છે કે છેલ્લા એક વર્ષથી પીએમ મોદી પોતાને સ્વસ્થ રાખવા માટે એક ખાસ પ્રકારના ડાયેટ પ્લાનને અનુસરી રહ્યા છે અને તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. 

  2/4

વજન નિયંત્રણની સાથે ઉર્જાવાન રાખે છે આ પ્લાન

વજન નિયંત્રણની સાથે ઉર્જાવાન રાખે છે આ પ્લાન

પીએમ મોદીના આ ડાયેટ પ્લાનને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના વજનને પણ સંતુલિત રાખે અને તેના દૈનિક કાર્યો માટે જરૂરી ઉર્જા પણ તેમાથી મળી રહે. આખો દિવસ ઉર્જાવાન રાખનારા આ પ્લાનમાં શું  ખાવાનું તેના પર રોક લગાવવામાં આવતી નથી પરંતુ ખાવાના સમય નક્કી કરીને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. 

  3/4

બેવાર ભોજન કરે છે પ્રધાનમંત્રીજી

બેવાર ભોજન કરે છે પ્રધાનમંત્રીજી

આ ડાયેટ પ્લાન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં બેવાર ભોજન કરે છે. પહેલીવાર સવારે 10 વાગ્યાથી 10.55 સુધીમાં અને સાંજે 7 વાગ્યાથી 7.55 સુધીમાં. બંને સમયે તેઓ પોતાના ભોજન માટે 55 સમય આપે છે. આ પ્લાન હેઠળ ભોજનમાં પ્રોટીન વધુ અને કાર્બોહાઈડ્રેડ ઓછું રાખવાની ભલામણ કરાઈ છે. પ્લાનમાં વહેલી સવારે ભ્રમણને પણ જરૂરી કરવામાં આવ્યું છે. 

પીએમ મોદીનો નવરાત્રિમાં ડાયેટ

પીએમ મોદીનો નવરાત્રિમાં ડાયેટ

નવરાત્રિના નવ દિવસ સુધી પ્રધાનમંત્રી નારિયેળ પાણી અને હુંફાળા લીંબુ પાણીનું જ સેવન કરે છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં તેઓ નાશ્તામાં ગુજરાતી ભાખરી, ખાંડવી, ઈડલી સંભાર, ઢોકળા, ડોસા, પૌંઆ, અને ભોજનમાં હળવો ગુજરાતી કે દક્ષિણ ભારતીય ભોજન કરતા હતા. પરંતુ હવે આ ભોજન સવાર અને સાંજે 55 મિનિટ માટેના નિર્ધારિત ભોજનમાં સિમિત કરી દેવાયું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here