ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહની પત્નિ અને બોલીવુડની અભીનેત્રી ગીતા બસરાએ ક્રિકેટર્સ ની પત્નિઓ ને ટ્રોલ કરવાને લઇને નિવેદન આપ્યુ છે. ગીતા બસરાએ ટ્રોલીંગ પર વાત કરતા કહ્યુ હતુ કે, રમત પ્રશંસકોના બહાને અથવા બલીના બકરા બનાવવાની જરુર હોય છે. ક્રિકેટરોની પત્નિઓ અને તેમની ગર્લફ્રેન્ડને ટ્રોલર્સ આસાની થી ટારગેટ કરતા હોય છે.

ગીતા બસરાએ કહ્યુ હતુ કે, જ્યારે તેના પતિ હરભજન સિંહ ક્રિકેટ મેદાનમાં જ્યારે સારુ પ્રદર્શન નથી કરી શકતા ત્યારે લોકો મને ભલુ ખોટુ કહવા લાગે છે. લોકો પણ તેમના ખરાબ પ્રદર્શન માટે મને કહે છે કે મારા કારણ થી બધુ થયુ છે. પરંતુ જ્યારે તેઓ સારુ પ્રદર્શન કરે છે તો તે લોકો કંઇ જ કહેતા નથી.

ગીતા બસરાએ આગળ પણ કહ્યુ છે કે, લોકો આજના સમયમાં તારીફ કરવાની જગ્યાએ તેમના પરીવાર વિશે ખોટુ બોલવાનુ પસંદ કરે છે. તેણે કહ્યુ કે લોકો ના માટે કોઇની પર આરોપ લગાવવાનુ અને તેની પર બયાન આપવાનુ આસાન હોય છે. મેદાન પર ક્રિકેટર ખરાબ પ્રદર્શન કરે છે પરંતુ તેમના પરીવાર વાળાઓને નિશાને બનાવવામાં આવે છે. ગીતા બસરા એ પણ ટ્રોલીંગનો શિકાર થવુ પડ્યુ છે.

બતાવી દઇએ કે, ગીતા બસરા એ વર્ષ 2015 માં ભારતીય ક્રિકેટર હરભજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને ખુબ લાંબા સમય થી એક બીજા સાથે રિલેશનશીપમાં હતાં, જેને લઇને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેને લગ્ન બાદ એક દીકરી પણ છે. તે તેની પુત્રી સાથે વધુમાં વધુ સમય વિતાવી રહ્યા છે. હરભજન આ વર્ષની ટી-20 લીગમાં પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ, આમ તેણે પોતાના પરીવારને વધુ સમય આપવા માટે કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here