યૂપીએ રામપુરમાં દરેક નાની મોટા વ્યવસ્થાપકની ખુરશી પર 2 કલાક માટે દીકરીઓનું રાજ રહ્યું હતુ. યુપી બોર્ડની ઈન્ટરમીડિયેટની જિલ્લા ટોપર ઈકરા બી જિલ્લાધિકારી તો હાઈસ્કુલમાં જિલ્લા ટોપર રહેનારી પ્રિયાંશી સાગરને પોલીસ અધિક્ષકની ખુરશી સંભાળી હતી. પોતાના 2 કલાકના કાર્યકાળમાં ડીએમ દીકરી ઈકરા બીએ બરેલીથી આવેલી વિજિલન્સની ટીમ સાથે જિલ્લા કૃષિ અધિકારી ઓફિસમાં એક સરકારી અધિકારીને 12 હજારની લાંચ લેતા ઝડપ્યો હતો.

  • જિલ્લા ટોપર ઈકરા બી જિલ્લાધિકારી બની
  • હાઈસ્કુલમાં જિલ્લા ટોપર રહેનારી પ્રિયાંશી સાગરને પોલીસ અધિક્ષક બની
  • ડીએમ દીકરી ઈકરા બીએ એક સરકારી અધિકારીને 12 હજારની લાંચ લેતા ઝડપ્યો

મિશન શક્તિ હેઠળ ગુરુવારે રામપુર જિલ્લા પ્રશાસને અનોખો પ્રયોગ કર્યો ગતો. જિલ્લા શહેરતી ગામ સુધી 65 પ્રશાસનિક પોસ્ટો પર મેઘાવી દિકરીઓને 2 કલાક માટે માનિત અધિકારી તરીકે બેસાડવામાં આવી હતી. પ્રોટોકોલ મુજબ દીકરીઓને ઘરે લેવા માટે ગાડિઓ તેમને ઘરે ગઈ હતી. ઓફિસમાં અધિકારી તરીકે તેમનું માન સન્માન થયુંય આ ક્રમમાં મિલકની કલાવતી કન્યા ઈન્ટર કોલેજની વિદ્યાર્થી ઈકરા બી ડીએમ બની હતી.
 

ખુરશી પર બેસતાની સાથે તેણે બરેલીથી આવેલી વિજિલેન્સની ટીમ સાથે ટ્રેપમાં વિશે માહિતી આપી તેની પરવાનગી લેવા પહોંચી અને તેને સમજીને ઈકરાએ પરવાનગી આપી. પોતે પણ આ ટ્રેપ માટે સાથે ગઈ હતી.  જિલ્લા કૃષિ અધિકારીના ઓફિસમાં વરિષ્ઠ મદદનીશ મનોજ કુમાર સક્સેનાને 12 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. તેણે ટાંડાના રહેવાસી મુસ્તફા કમાલ પાસે એક કામ પાર પાડવા લાંચ માંગી હતી. આ બાદ ઈકરાએ કૃષક દુર્ઘટના વીમા યોજનાને લઈને બેઠક કરી આ દરમિયાન કુલ 24 મામલામાંથી 4નો ફગાવી દઈ 2નો નિકાલ કર્યો હતો. 8ને રિવ્યુ બોર્ડને મોકલવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિજિલન્સની રેડના પરવાનગી પત્ર પર ડીએમ આન્જનેય સિંહના હસ્તાક્ષર હતા. પરંતુ ટીમ સાથેની પુછપરછ અને મૌખિક પરવાનગીના અધિકાર ઈકરા બીએ આપેલા હતા. અન્ય દીકરીઓની સાથે પોતાના નાના કાર્યલયમાં તેણે અનેક મોટા નિર્ણય લીધા જેણે દિવસને યાદગાર બનાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here