થોડાક પ્રમાણમાં તણાવ અથવા સ્ટ્રેસ લેવું આપણા જીવનનો એક હિસ્સો હોય છે. અને તે ક્યારેક-ક્યારેક ફાયદાકારક પણ હોય છે કોઇ કાર્યને કરવા માટે આપણે પોતાના પર સામાન્ય સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે આપણે પોતાનું કાર્ય વધારે સારી રીતે કરી શકીએ છે અને તે કામ કરતી વખતે ઉત્સાહ પણ જળવાઇ રહે છે. પરંતુ આ તણાવ વધારે અને અનિયંત્રિત થઇ જાય છે ત્યારે આ આપણા મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે અને આ ઘણીવાર તે ડિપ્રેશનમાં પણ ફેરવાઇ જાય છે, અને તેની જાણ વ્યક્તિને થતી પણ નથી. એક્સપર્ટ કહે છે કે જો આ ગંભીર બીમારીને સમય રહેતાં કાબૂમાં ન રાખવામાં આવે તો વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. સાઇકોલોજિકલ અને ફાર્માકોલોજિકલ મારફતે ડિપ્રેશનની સારવાર શક્ય છે.

તણાવ

જો કે, મનોચિકિત્સક માને છે કે ઘરમાં કેટલાક ખાસ ફેરફાર કરવાથી પણ ડિપ્રેશનથી છૂટકારો મેળવી શકાય છે.

  1. પ્રાકૃતિક સૌંદર્યનો નજીકથી અનુભવ કરવા પર માનસિક થાક દૂર થાય છે. ડિપ્રેશનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ખૂબ જ અસરકારક હોઇ શકે છે. ઘરમાં સુંદર છોડ લગાવીને પણ પોતાની જાતને ડિપ્રેશનથી દૂર રાખી શકાય છે.
  2. દીવાલ પર સુંદર પેઇન્ટિંગ ન માત્ર ઘરની રોનકમાં ચાર ચાંદ લગાવશે, પરંતુ ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરશે. તમે ઇચ્છો તો નદી, વહેતું ઝરણું અથવા પ્રકૃતિની સુંદર તસવીરોને પણ દીવાલ પર લગાવી શકો છો.
  3. હેલ્થ એક્સપર્ટ માને છે કે ડિપ્રેશન વખતે લાલ અથવા ઑરેન્જ કલર આંખ અને મગજને રાહત આપે છે. એટલા માટે ઘરની દીવાલને આ બંને કલરથી પેઇન્ટ કરવાનું ન ભૂલશો. આ સાથે જ ઘરના ઇન્ટીરિયર અથવા બેડ શીટ પણ આ રંગની હોય તો શ્રેષ્ઠ રહેશે.
  4. ધ્યાન રાખો કે બંધ રૂમમાં વ્યક્તિનો મન વધારે મુંઝવાય છે. એટલા માટે ઘરના દરવાજામાંથી હંમેશા રોશની આવતી રહે. રૂમમાં બારીઓ મોટી હોવી જોઇએ જેથી તમે દરરોજ સવારે ઉઠીને સૂર્ય પ્રકાશ અને હવાની તાજગીનો અનુભવ કરી શકો. આ પ્રકારના રૂટીનને ફૉલો કરવા પર ડિપ્રેશનની સમસ્યાથી રાહત મળી શકે છે.
યુવતી

ડિપ્રેશનથી બચવાનો ઉપાય

  • ડિપ્રેશનના દર્દીએ ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ તથા એવા ફળ અને શાકભાજીઓનું વધારે સેવન કરવું જોઇએ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય.
  • બીટરૂટનું સેવન કરો, તેમાં યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વ હોય છે જેવા કે વિટામિન્સ, ફૉલેટ, યૂરાડાઇન અને મેગ્નેશિયમ વગેરે. આ આપણા મગજમાં ન્યૂરોટ્રાન્સમિટર્સની જેમ કામ કરે છે જે ડિપ્રેશનના દર્દીમાં મૂડ બદલવાનું કામ કરે છે.
  • પોતાના ભોજનમાં તેમજ સલાડના રૂપમાં ટામેટાંનું સેવન કરો. ટામેટાંમાં લાઇકોપીન નામનું એન્ટી-ઑક્સિડેન્ટ મળી આવે છે જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. એક શોધ અનુસાર જે લોકો અઠવાડિયામાં 4-6 વાર ટામેટાં ખાય છે તે સામાન્યની સરખામણીમાં ઓછું ડિપ્રેશનમાં રહે છે.
  • જંક ફૂડનું સેવન સમગ્રપણે છોડી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here