કોરોના સંક્રમણ (Corona Infection) ના વધતા કેસો અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા અમેરિકા (America) એ કોવિડ-19 (COVID-19) ની તબીબી તપાસમાં રેમડેસિવિરને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. રેમડેસિવિર (Remdesivir) નો કેટલાંક દેશ મુખ્ય દવા તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food And Drug Administration) એ કોરોના સંક્રમણ સામે લડવા માટે રેમડેસિવિર દવાને મંજૂરી આપી દીધી છે.

અમેરિકાના મીડિયાના જણાવ્યા અનુસાર કોરોના વાયરસથી ગંભીર રીતે પીડિત લોકોને રેમડેસિવિર આપવામાં આવશે. આ દવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને પણ આપવામાં આવી હતી જ્યારે તેઓ કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યા હતા.

રેમડેસિવિર એવી પહેલી દવા છે જેને સ્વાસ્થ્ય એજન્સીઓએ હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસના દર્દીઓને આપવા માટે મંજૂરી આપી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રેમડેસિવિરથી કોરોના વાયરસ દર્દીના મોતનું રિસ્ક 30% સુધી ઘટી જાય છે.

કેવી રીતે કામ કરે છે?

રેમડેસિવિરને Gilead Sciences એ ઇબોલાની સારવાર માટે બનાવી હતી. આ એ એન્જાઇમને બ્લોક કરે છે જે કોરોના વાયરસની કોપી બનાવામાં મદદ કરે છે. તેના લીધે વાયરસ શરીરમાં ફેલાતો નથી. અભ્યાસમાં જાણવા મળ્યું કે રેમડેસિવિર એ SARS અને MERS ની એક્ટિવિટીને બ્લોક કરી.

રેમડેસિવિરને 12 વર્ષ કે તેનાથી ઉપરની ઉંમરથી વધુ લોકોને પાંચ દિવસની સારવાર દરમ્યાન 6 વાયલમાં અપાતી હતી. મેમાં બે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રેમડેસિવિરથી હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટી જાય છે. ત્યારબાદ FDA એ ઇમરજન્સીમાં ડ્રગના ઉપયોગની મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આગામી મહીને અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ટ્રમ્પ પ્રશાસન દરેક પગલું સમજી વિચારીને લઇને રહી છે. તો બીજી તરફ વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.15 કરોડ ઉપર પહોંચી ગઇ છે. આ વચ્ચે યૂરોપીય દેશમાં બીજી લહેર દેખાઇ રહી છે, જ્યારે અમેરિકામાં મૃતકોની સંખ્યા 2.27 લાખ ઉપર પહોંચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here