નવસારી સિવિલમાં છેલ્લાં પાંચ વર્ષથી ફરજ બજાવતી નર્સે બુધવારે મોડી રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. તેણીએ લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરાતી હોવાનો તથા અંતિમવિધિમાં પોતાના સાસરિયાઓને હાજર નહીં રાખવાનો ઉલ્લેખ કરતી સ્યુસાઈટ નોટ પોલીસે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આત્મહત્યા કરી લેનાર નર્સ મેઘા આચાર્યના લગ્ન દોઢ વર્ષ અગાઉ ધરમપુર ખાતે રહેતા અંકીત ખંભાતી જોડે થયા હતાં. સિવિલ હોસ્પિટલમાં નોકરી હોવાથી માતા સાથે વિજલપોરમાં મુનલાઇટ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101માં ભાડેથી રહેતી હતી. ગુરુવારે સવારના ત્રણ કલાકે તેણીના માતા સવારે લઘુશંકા માટે ઉઠી ત્યારે પુત્રી મેધા પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.

તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ વિજલપોર પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઘટના સ્થળે પહોંચીલે પોલીસે તપાસ કરતા મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મેઘા દ્વારા લખાયેલા અંતિમ શબ્દો મુજબ સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેણીને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અને તેમના કારણે જ આત્મહત્યા કરી રહી છું તેવો મેઘાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. કારણ કે સ્ટાફ નર્સ વધુ ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત તેણીએ તેના ડેથ ડેક્લેરેશનમાં લખી હતી અને આ બાબતોના કારણે કંટાળી જઈ આત્મહત્યા કરી રહી હોવાની વાત સાફ શબ્દોમાં સ્યુસાઈડ નોટમાં ટાંકી હતી. આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હતું. જેથી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નવસારી સિવિલ હોસ્પિટલના નર્સ મેઘા આચાર્યના આપઘાતની ઘટનાના રાજ્યભરની નર્સેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. મેઘા આચાર્યના આપઘાત પ્રકરણમાં ઉપલા અધિકારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ગંભીર વાત બહાર આવી છે, જે દુ:ખદ છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા એસોસિએસનની માંગ છે.

ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવશે

નર્સ યુવતી મેઘાની આત્મહત્યામાં અમે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ઘરી છે. અમને સ્થળ પરથી સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આ્યા છે. આ અંગે હોસ્પિટલના સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની પણ પુછપરછ કરીશું. અમે એફએસએલની પણ મદદ લીધી છે. ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here