બિહારના ચૂંટણી રણમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ ગઈ છે. સાસારામમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા.

મંડી અને MSP તો બહાનું છે, અસલમાં દલાલો અને વચેટિયાઓને બચાવવા છે: PM મોદી

પટણા: બિહારના ચૂંટણી રણમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ ગઈ છે. સાસારામમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા. આ દરમિયાન રેલીના સ્થળે મોદી-મોદીના ખુબ નારા લાગ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં  ભોજપુરીમાં કહ્યું કે બિહારના સ્વાભિમાની અને મહેનતી ભાઈ બહેનો તમેને બધાને પ્રણામ. બિહારે પોતાના 2 સપૂતોને ગુમાવ્યા છે. દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ. બાબુ રઘુવંશ પ્રસાદજી પણ આપણી વચ્ચે નથી. તેમને પણ શ્રદ્ધાંજલિ. આજે રોહતાસની સાથે સાથે આકપાસના અન્ય જિલ્લાઓના સાથીઓ પણ આવ્યા છે. ટેક્નોલોજીના માધ્યમથી ઘણા સાથી અને એનડીએના ઉમેદવાર જોડાયા છે. હું તમારા બધાનું અભિવાદન કરું છું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિરોધીઓ ઉપર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે આર્ટિકલ 370 અને નવા ખેડૂત કાયદા પર વિપક્ષ આકરા પ્રહાર કર્યા. 

પીએમ મોદીએ કહ્યું  સૌથી પહેલા તો હું બિહારના લોકોને બે વાત માટે શુભેચ્છા પાઠવવા માંગુ છું. પહેલી એ વાત કે બિહારના લોકો આટલી મોટી આફતનો ડટીને મુકાબલો કરી રહ્યા છે. આજે બિહાર કોરોનાનો મુકાબલો કરીને બધી સાવધાનીઓ વર્તીને લોકતંત્રના પર્વને ઉજવી રહ્યું છે. બીજી શુભેચ્છા એ આપવા માંગુ છે કે ચૂંટણીના આટલા દિવસો પહેલા જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ સંભળાવી દીધો છે. મે બિહારના અનેક લોકો સાથે નજીકથી કામ કર્યું છે. તેમની પાસેથી ઘણું શીખ્યો છું. એક વાત જે બિહારના લોકોની મને ખુબ સારી લાગે છે તે છે તેમની સ્પષ્ટતા. તેઓ કન્ફ્યૂઝનમાં રહેતા નથી, કોઈ ભ્રમમાં રહેતા નથી. 

તેમણે કહ્યું કે બિહારના લોકોએ મન બનાવી લીધુ છે, નક્કી કરી લીધુ છે કે જેમનો ઈતિહાસ બિહારને બીમારું બનાવવાનો છે તેમને આસપાસ પણ નહીં ફટકવા દઈએ. બિહારના લોકો ભૂલી ન શકે કે જ્યારે સૂરજ ઢળવાનો મતલબ થતો હતો કે બધુ બંધ થઈ જવું, ઠપ્પ થઈ જવું. આજે વીજળી છે, રસ્તા છે,  લાઈટો છે, અને સૌથી મોટું તો એ માહોલ છે જેમાં રાજ્યના સામાન્ય નાગરિક ડર્યા વગર રહી શકે છે. જીવી શકે છે. 

जम्मू कश्मीर से आर्टिकल-370 हटने का इंतजार देश बरसों से कर रहा था या नहीं।

ये फैसला हमने लिया, एनडीए की सरकार ने लिया।

लेकिन आज ये लोग इस फैसले को पलटने की बात कर रहे हैं।

ये कह रहे हैं कि सत्ता में आए तो आर्टिकल-370 फिर लागू कर देंगे।

– पीएम @narendramodi #BiharWithNamo pic.twitter.com/bnJQsy0HXx

— BJP (@BJP4India) October 23, 2020

370 પર વિરોધીઓના નિવેદન પર આકરા પ્રહાર
પીએમ મોદીએ આ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો દેશ વર્ષોથી રાહ જોતો હતો. આ નિર્ણય અમે લીધો, એનડીએ સરકારે લીધો પરંતુ આજે આ લોકો આ નિર્ણયને પલટવાની વાતો કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ કહે છે કે સત્તામાં આવીશું તો આર્ટિકલ 370 ફરી લાગુ કરીશું. આ લોકોને તમારી જરૂરિયાતની જરાય પડી નથી. તેમનું ધ્યાન તમારા પોતાના સ્વાર્થ પર, પોતાની તિજોરી પર છે. આ જ કારણ છે કે ભોજપુર સહિત સમગ્ર બિહારમાં લાંબા સમય સુધી વીજળી, રસ્તા, પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો વિકાસ થઈ શક્યો નહીં. 

મંડી અને MSP તો બહાનું છે, અસલમાં દલાલો અને વચેટિયાઓને બચાવવા છે
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે દેશ જ્યાં સંકટનું સમાધાન કરીને આગળ વધે છે તો આ લોકો દેશના દરેક સંકલ્પ સામે  રોડો બનીને ઊભા છે. દેશે ખેડૂતોને વચેટિયાઓ અને દલાલોથી મુક્તિ અપાવવા માટે નિર્ણય લીધો તો તેઓ વચેટિયાઓ અને દલાલોના પક્ષમાં ખુલીને મેદાનમાં આવી ગયા છે. 

मंडी और MSP तो बहाना है, असल में दलालों और बिचौलियों को बचाना है।

लोकसभा चुनाव से पहले जब किसानों के बैंक खाते में सीधे पैसे देने का काम शुरु हुआ था, तब इन्होंने कैसा भ्रम फैलाया था।

जब राफेल विमानों को खरीदा गया, तब भी ये बिचौलियों और दलालों की भाषा बोल रहे थे। #BiharWithNamo pic.twitter.com/JFbAE5O7nj

— BJP (@BJP4India) October 23, 2020

તેમણે કહ્યું કે મંડી અને MSP તો બહાનું છે, અસલમાં દલાલો અને વચેટિયાઓને બચાવવા છે. લોકસભા ચૂંટણી અગાઉ જ્યારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા આપવાનું કામ શરૂ થયું હતું ત્યારે તેમણે ભ્રમ ફેલાવ્યો હતો. જ્યારે રાફેલ વિમાનો ખરીદ કરાયા ત્યારે પણ વચેટિયાઓ અને દલાલોની ભાષા બોલી રહ્યા હતાં. 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે જ્યારે વચેટિયાઓ અને દલાલો પર ચોટ કરવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ પરેશાન થાય છે. ધૂંધવાઈ જાય છે. આજે હાલત એવી થઈ ગઈ છે કે આ લોકો ભારતને નબળું પાડવાનું ષડયંત્ર રચનારા લોકોનો સાથ આપતા પણ ખચકાતા નથી. 

નીતિશકુમારનું સંબોધન
પીએમ મોદીના સંબોધન અગાઉ મુખ્યમંત્રી નીતિશકુમારે રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં કોરોના વિરુદ્ધ લડત લડાઈ, બિહારમાં કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરાયું. કેન્દ્રના સહયોગથી બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને બિહાર પાછા લાવવામાં આવ્યા. નીતિશકુમારે કહ્યું કે કેન્દ્ર તરફથી રાશન, સિલેન્ડર, શૌચાલયની સુવિધાઓ અપાઈ. તેમણે કહ્યું કે બિહાર સરકારે કોરોનાના સમમાં દસ હજાર  કરોડથી વધુ ખર્ચ કર્યો છે. બહારથી આવેલા લોકોની આર્થિક મદદ કરવામાં આવી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here