સમગ્ર દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજકોટમાંથી જ્યુસ કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તો હર્બલ જ્યુસના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોરોના કેરમા લોકોંમા ફેલાયેલા ડરનૉ લાભ ઉઠાવી ગોવિંદ 90ના નામે છેતરામણી વાતો સોશિયલ મીડિયામાં ફરતી કરી રોકડી કરવાનુ કૌભાંડ ઝડપાયું છે.

કોરોના કેરમા લોકોંમા ફેલાયેલા ડરનૉ લાભ ઉઠાવી ગોવિંદ 90ના નામે છેતરામણી વાતો સોશિયલ મીડિયામાં ફરતી કરી રોકડી કરી

જેને પગલે મનપા ફૂડ અને ડ્રગ વિભાગએ રૂપિયા 8લાખનૉ જથ્થો કબ્જે કર્યો છે…નોધનીય બાબત છે કે અંદાજે 28લાખ રૂપિયાનો માલ તો વેચી દીધાની શંકા સામે આવી છે.. ખાદ્યચીજમા ન હોવા છતા આ બોગસ જ્યુસમા ડોઝ પણ લખેલો હતો..તેમજ 15એમએલની બોટલ રૂપિયા 599મા વેચાતી હતી. કોવિડ 19ને બદલે ગોવિંદ 19જેવા પ્રયોગ કરી ફૂડ રજિસ્ટ્રેશન મેળવ્યું હતુ.

કોવિડ 19ને બદલે ગોવિંદ 19જેવા પ્રયોગ કરી ફૂડ રજિસ્ટ્રેશન મેળવ્યું

ત્યારે બીજી તરફ અથાણા બનાવવા મંજૂરી મેળવી ગોંડલ રોડ પર મારુતિ ઇન્ડ એરિયામાં રૂટ્સ બેરી કોન્સેપ્ટ પ્રાયવેટ લીમીટેડ દ્વારા ગેરકાયદે ઉત્પાદન શરૂ કર્યુ હતુ…આ જ્યૂસ ની બોટલો કબજે કરી નમૂના લઈ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીના સંકેત જોવા મળી રહ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here