વિતેલા 6 મહીનાથી સુકામેવાની બજારોની કમર ટુટી ગઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2020 સુધી દુકાનો અને ગોદામોમાં ભરવામાં આવેલો માલ એવી જ રીતે રાખવામાં આવ્યો છે. માર્ચના અંત સુધીમાં બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. ઓક્ટોબર પહેલા એટલી સંખ્યામાં ગ્રાહકોએ બજાર તરફ નજર માંડી ન હતી. જે લોકો નિકળ્યાં હતા તેણે પણ પોતાની જરૂરીયાતનો સામાન ખરીદ્યો હતો. સુકોમેવો રોજબરોજની જરૂરીયાતમાં સામેલ નથી. ઉદ્યોગપતિઓની માનીએ તો 50 ટકાથી વધારે મેવો આ વર્ષે નથીં વેચાયો. હવે હોટલ-રેસ્ટોરન્ટ અને લગ્નની સીઝન શરૂ થઈ ચુકી છે. ત્યારે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.

ઉદ્યોગકારોના આ નિર્ણય ઉપર સૌની નજર

ખારી બાવલી, દિલ્હીના સુકામેવાના જથ્થાાબંધ વેપારી રાજીવ બત્રાએ જણાવ્યું કે, કોરોના અને લોકડાઉનના કારણે બજારો બંધ હ્યાં હતાં. ત્યારથી ઓછામાં ઓછી 50 ટકાથી વધારે માલ વેચાઈ ચુક્યો હોત પરંતુ તેવામાં લગ્ન સરાની સીઝન ખુલ્લી નહી, ન ખુલ્યા હોટલ અને રેસ્ટોરન્ટ કે કોઈ તહેવારનો બજારને લાભ મળ્યો. ત્યારે હવે આશા છે કે, દિવાળી બાદ પ્રવાસીઓ, હોટલ, રેસ્ટોરન્ટના ખુલવા ઉપર સૌની નજર છે. પરંતુ અહીંયા પણ સરકારની નજર જુદી છે. લગ્ન માટે દિલ્હીમાં 100 તો યુપીમાં 200 લોકોની મંજૂરી છે. ત્યારે હવે લગ્નની પાર્ટીમાં એક હજાર સુધી લોકો નહીં આવી શકે, શું ખાવાનું બનશે. અને કેટલો સુકામેવાનો ઉપયોગ થશે. ત્યારે હોટલ રેસ્ટોરન્ટમાં પણ લોકો નથી આવી રહ્યાં. 20 ટકા સુધી માલ હોટલ રેસ્ટોરન્ટમાં સપ્લાય થાય છે.

સરકાર પાસે મંજૂરી લેવા માગે છે ઉદ્યોગપતિઓ

મેવા અને મસાલોના જથ્થાબંધ અને રિટેલ વેપાીઓના સંચાલક મોહમ્મદ આજમે જણાવ્યું કે, સરકાર લગ્નમાં મહેમાનોની એકઠા કરવાની મંજૂરી આપે. તો હોટલ રેસ્ટોરન્ટ પણ સામાન્ય રૂપથી ચલાવવાની મંજૂરી આપે. જો આવું નથી થતુ તો તે નક્કી છે વિતેલા સમયનો માલ જે હજુ પણ દુકાનો અને ગોદામોમાં યથાવત રહેશે. નવો માલ આવવાનો શરૂ થયો છે. નવો માલ નહીં વહેચાય તો તે વેપારી રેટ ડાઉન કરી દેશે અને તે જૂનો માલ પણ એક નિશ્ચિત સમય સુધી રાખશે. તેવામાં તેને ઓછા ભાવે માલ વેચવાની મજબુરી હશે. તે માટે દિવાળી બાદ સુકામેવાનો ભાવ કોઈ પણ રેકોર્ડ બનાવી શકે છે.

વધારે સસ્તા થયા કાજુ બદામ અને પિસ્તા- 15 દિવસ પહેલા હતા આ ભાવ

  • અમેરિકન બદામ 900થી 600 રૂપિયા કિલો, અત્યારે 540થી 580 રૂપિયા કિલો
  • કાજુ 1100થી 950 રૂપિયા કિલો, અત્યારે 660થી 710 રૂપિયા પ્રતિ કિલો
  • કિશમીશ 400થી 350 રૂપિયા કિલો, અત્યારે 225થી 250 રૂપિયા પ્રતિ કિલો

ઠંડીની સીઝનમાં અખરોટની માગમાં વધારો

10 દિવસ પહેલા પિસ્તા 1400 રૂપિયા પ્રતિ કિલોા ભાવથી સીધા 1100 રૂપિયા પ્રતિ કિલો ઉપર આવી ગયા હતા. જ્યારે 10 દિવસ બાદપિસ્તાના ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પિસ્તામાં 100થી 150 રૂપિયા કિલોનો ફરક બજારમાં દેખાઈ રહ્યો છે. તો અખરોટની મિંગી બજારમાં 800થી 850 રૂપિયા કિલો વહેચાઈ રહ્યું છે. ઠંડીની સીઝનમાં અખરોટની માગમાં વધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here