અત્યારે નાની ઉંમરમાં જ હાર્ટ સંબંધી રોગો વધી ગયા છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમાં આપણી ઘણી આદતો આપણાં હાર્ટને નુકસાન પહોંચાડી રહી છે. જેના વિશે લોકોને ખબર હોતી નથી. આ આદતો ધીરે-ધીરે હાર્ટ સંબંધી રોગો નોતરે છે. જેથી આજે અમે તમને આવી આદતો વિશે જણાવીશું. જે રોજના કામકાજ અને ખાનપાનથી જોડાયેલી છે. જે હાર્ટ ડિસીઝનું કારણ બને છે.

  • આ આદતો તમારા હાર્ટને પહોંચાડે છે નુકસાન
  • આ આદતો ધીરે-ધીરે હાર્ટ સંબંધી રોગો નોતરે છે
  • આ ભૂલો તમે ન કરતા

સ્ટ્રેસ

વધુ તણાવ અને સ્ટ્રેસને કારણે બીપી વધી શકે છે. જેના કારણે હાર્ટ પર પ્રેશર વધે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો રહે છે.

એક્ટિવ ન રહેવું

ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી થતું નથી. જેના કારણે લોહીની નળીઓમાં બ્લોકેજ અને હાર્ટ ડિસીઝ થવાની સંભાવના વધી જાય છે.

ઓવરઈટિંગ

ઓવરઈટિંગને કારણે લોહીની નળીઓમાં ફેટ જમા થવા લાગે છે. જે હાઈ બ્લડપ્રેશરનું કારણ બને છે. તેનાથી હાર્ટ ડિસીઝ થઈ શકે છે.

મોડા સુધી જાગવું

રાતે મોડા સુધી જાગવું, પૂરતી ઉંઘ ન લેવી એ હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, ડિપ્રેશન જેવી બીમારીઓનું કારણ બની શકે છે. સાથે જ તે હાર્ટ માટે પણ નુકસાનકારક છે.

વધુ પ્રમાણમાં ખાંડ અને મીઠું ખાવું

વધુ માત્રામાં મીઠું અને ખાંડ ખાવાથી હાઈ બીપી અને ડાયાબિટીસની પ્રોબ્લેમ થઈ શકે છે. આ બીમારીઓને કારણે બ્લડ નર્વ્સ બ્લોક થઈ જાય છે અને હાર્ટ ડિસીઝ થવાનો ખતરો વધી જાય છે.

સ્મોકિંગ

સ્મોકિંગથી હાર્ટને બ્લડ પહોંચાડનાર નર્વ્સ બ્લોક થઈ જાય છે. જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો અનેક ગણો વધી જાય છે.

ઓવર એક્સરસાઈઝ

હદથી વધારે એક્સરસાઈઝ કરવાથી હાર્ટ પર પ્રેશર વધે છે. જેથી લિમિટ કરતાં વધારે એક્સરસાઈઝ કરવા માટે તમારી બોડીને પુશ કરવી નહીં. નહીં તો હાર્ટ ડિસીઝના ચાન્સિસ વધી શકે છે. 

નસકોરા બોલાવવા

ઉંઘમાં જોર-જોરથી નસકોરા બોલાવવાથી શ્વાસ લેવામાં પરેશાની થાય છે અને હાર્ટ પર પ્રેશર વધે છે. જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.

જંક ફૂડ

જંક ફૂડ અને ઓઈલી ફૂડ બ્લડ નર્વ્સમાં બ્લોકેજ પેદા કરે છે. જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે.

દારૂ પીવું

આનાથી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, લીવરની બીમારી જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. જેના કારણે હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here