એર ઈન્ડિયાની દિલ્હી – ગોવાની ફ્લાઈટમાં ગુરુવારે એક પ્રવાસીએ વિમાનમાં આંતકવાદી હોવાનો દાવો કર્યો હતો. આ દાવાથી વિમાનમાં રહેલા પેસેન્જરોમાં ખળભળાહટ મચી ગયો હતો. વિમાનના લેન્ડ થતાની સાથે જ પોલીસે એરપોર્ટ પર જ દાવો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.

  • એક પ્રવાસીએ વિમાનમાં આંતકવાદી હોવાનો દાવો કર્યો 
  •  વિમાનમાં રહેલા પેસેન્જરોમાં ખળભળાહટ મચી ગયો 
  •  યુવકને વિમાનના લેન્ડ થતાની સાથે જ ઝડપી પડાયો છે.

ડોબોલિમ એરપોર્ટ પર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે પ્રવાસી જિયા ઉલ હક (30) માનસિક રીતે અસ્વસ્થ મનાઈ રહ્યો છે. તેને વિમાનના લેન્ડ થતાની સાથે જ ઝડપી પડાયો છે.

તેમણે જણાવ્યું હતું કે આરોપી પોતાને સ્પેશિયલ સેલનો અધિકારી ગણાવ્યો અને પ્રવાસીઓને કહ્યું કે વિમાનમાં એક આતંકવાદી હાજર છે. આ સાથે મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે વિમાનને ડાબોલિમ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. સીઆઈએસએફ કર્મીઓએ તેને એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેને એક સરકારી હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાયો છે. એ બાદ તેને સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસે જરુરી આદેશ મેળવીને તેને પણજી સ્થિત મનોવિજ્ઞાન તથા માનવ વ્યવહાર સંસ્થાનમાં ભરતી કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here