દેશ પર સૌથી વધુ સમય સુધી રાજ  કરનારા રાજકીય પક્ષ કોંગ્રેસે સાબિત કરી દીધુ છે કે  જો કોંગ્રેસ સત્તામાં રહેશે તો આંદોલનકારીઓ સાથે દુશ્મની જ નિભાવશે. આવું અમે નથી કહેતા પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોની હાલત જોઈને દરેક જણ સમજી શકે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલનકારીઓના પેટ પર લાત મારવાનું કામ કરે છે. 

નવી દિલ્હી: દેશ પર સૌથી વધુ સમય સુધી રાજ  કરનારા રાજકીય પક્ષ કોંગ્રેસે સાબિત કરી દીધુ છે કે  જો કોંગ્રેસ સત્તામાં રહેશે તો આંદોલનકારીઓ સાથે દુશ્મની જ નિભાવશે. આવું અમે નથી કહેતા પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોની હાલત જોઈને દરેક જણ સમજી શકે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલનકારીઓના પેટ પર લાત મારવાનું કામ કરે છે. 

આંદોલનકારીઓ સાથે કોંગ્રેસની દુશ્મનાવટના પુરાવા
લગભગ અનેક રાજ્યોની સરકાર આંદોલનકારીઓની દુશ્મન બની જાય છે, જે સરકાર કોંગ્રેસની મદદથી ચલતી હોય છે. અનેક પુરાવા છે, પરંતુ 3  એ રાજ્ય મુખ્ય પુરાવા છે જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે કે પછી તેની મદદથી સરકાર ચાલે છે. તાજો કેસ ઝારખંડનો સામે આવ્યો છે. 

પુરાવો નંબર 1: કોંગ્રેસના ઈશારે ચાલે છે હેમંત સરકાર
હકીકતમાં ઝારખંડમાં વનાંચલ આંદોલનકારી ચિન્હિતીકરણ આયોગની ભલામણ બાદ રાજ્ય સરકાર દર મહિને આંદોલનકારીઓને પેન્શન આપતી હતી. પરંતુ એક જાણકારી મુજબ એવો એવું ધ્યાનમાં આવ્યું છે કે લગભગ 5000થી વધુ આંદોલનકારીઓને 5 મહિનાથી પેન્શન મળ્યું નથી. સવાલ એ ઉઠે છે કે જે હેમંત સોરેને આંદોલનકારીઓના હિતોની વાત કરીને સત્તા મેળવી તે હેમંત સોરેન સરકાર પર આખરે કોનું દબાણ છે, જે 5 મહિનાથી 5000 હજારથી વધુ આંદોલનકારીઓનું જીવન દોજખ બનાવી દીધુ?

Zee હિન્દુસ્તાને અનેક આંદોલનકારીઓ અને તેમના પરિજનોનો સંપર્ક સાધ્યો અને તેમની પીડા જાણી. ગોરામા મહતો નામના એક આંદોલનકારીએ પોતાનું દર્દ જણાવતા કહ્યું કે અનેક મહિનાથી હેમંત સોરેને તેમનું અને તેમના જેવા હજારો લોકોનું પેન્શન રોકી દીધુ છે. એક તો કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પરેશાની પેદા કરી, આવી પરિસ્થિતિમાં જ્યારે સમય પર પેન્શન આવવું જોઈએ તો લોકોને તેમનો હક મળતો નથી. મહતોજી ઉપરાંત અન્ય અનેક આંદોલનકારીઓ અને તેમના ઘરવાળાઓએ પોતાનું દર્દ જણાવ્યું. નિશ્ચિતપણે મુદ્દો લોકોના હક સાથે જોડાયેલો છે, આવામાં રાજકીય ભૂકંપ આવવો વ્યાજબી છે. 

ભાજપે હેમંત સોરને સરકારને સંભળાવ્યું
ભાજપે કોંગ્રેસના ઈશારે ચાલતી હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ ભાજપના પ્રવક્તા કૃણાલ ષડંગીએ કહ્યું કે આંદોલનકારીઓ માટે આ વર્ષે દુર્ગાપૂજા અને દીવાળી ફિક્કી રહેશે. જેનું કારણ હેમંત સોરેન સરકાર છે. રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે જ આંદોલનકારીઓ પેન્શનથી વંછિત છે. કોરોના કાળમાં સીએમ હેમંત સોરેન 60 લાખ રૂપિયાની નવી કાર ખરીદી શકે છે. પરંતુ જેમના આશીર્વાદથી સીએમ બન્યા છે તે ઝારખંડવાસીઓને તેમના હક આપી શકતા નથી. 

આંદોલનકારીઓ માટે વાર્ષિક 18 કરોડ રૂપિયાની જોગવાઈ છે. પરંતુ આખરે એવું તે શું કારણ છે કે હેમંત સોરેન સરકારે આંદોલનકારીઓનો હક દબાવવાનું ષડયંત્ર રચ્યું. શું હેમંત સોરેનને કોંગ્રેસ તરફથી આદેશ મળ્યો છે કે આંદોલનકારીઓને પેન્શન નહીં આપવામાં આવે. જો મળ્યો પણ હોય તો તેમાં ચોંકવાની જરૂર નથી. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પણ તેના મોટા ઉદાહરણ છે. 

પુરાવા નંબર 2: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારે કરી હતી ‘દાદાગીરી’
2018માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ મધ્ય પ્રદેશની સત્તામાં વાપસી કર્યા બાદ તરત જ પ્રદેશની કમલનાથ સરકારે એક અઠવાડિયા પછી ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા લોકોના માસિક પેન્શન પર  રોક લગાવી હતી. ઈમરજન્સી દરમિયાન મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી લો (મીસા) અને ડિફેન્સ ઓફ ઈન્ડિયા રૂલ્સ (ડીઆઈઆર)ના મધ્ય પ્રદેશના આંદોલનકારીઓને લોકનાયક જયપ્રકાશ નારાયણ સન્માન નિધિ નિયમ હેઠળ 25 હજાર રૂપિયા પ્રતિ માસનું પેન્શન મળતું હતું જેમાં અટકાવવાના ષડયંત્રનો કોંગ્રેસી પ્લાન જોવા મળ્યો હતો. 

પુરાવા નંબર 3: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઈશારે ઉદ્ધવની કરતૂત
મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ-એનસીપી-શિવસેનાની સરકાર છે. અહીં પણ ઉદ્ધવ સરકારે કદાચ કોંગ્રેસના ઈશારા પર જ તાનાશાહી નિર્ણય લીધો અને ઈમરજન્સી દરમિયાન જેલમાં જનારા મીસાબંદીઓનું પેન્શન બંધ કરી દીધુ. 

હકીકતમાં આંદોલનકારીઓને ડિફેન્સ ઓફ ઈન્ડિયા રૂલ્સ (ડીઆઈઆર) અને મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ (મીસા) હેઠળ જેલ પણ થઈ હતી. આવા આંદોલનકારીઓ માટે 3 જુલાઈ 2018ના રોજ મહારાષ્ટ્ર સરકારે પેન્શન આપવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ઈમરજન્સી દરમિયાન 1 મહિનાથી વધુ સમય જેલમાં હતા, તેમને 10 હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શનની જોગવાઈ બનાવવામાં આવી અને તેમના મૃત્યુબાદ તેમના જીવનસાથીને 5000 રૂપિયા પેન્શનની રકમની જાહેરાત કરવામાં આવી હતી. જાન્યુઆરી 2018થી જાન્યુઆરી 2020 સુધી પેન્શન અપાયું પરંતુ અચાનક મીસાબંદીઓને પેન્શન બંધ કરવાની જાહેરાત કરાઈ. હાલ મામલો બોમ્બે હાઈકોર્ટમાં છે. 

આ પુરાવાથી સમજી શકાય છે કે જે રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે અથવા મળીને સરકાર બનાવી છે ત્યાં આંદોલનકારીઓના પેન્શન પર તવાઈનો પ્લાન તૈયાર થઈ જાય છે. નિશ્ચિપણે ઝારખંડ અને મહારાષ્ટ્રનું આ પ્રકરણ કોંગ્રેસની દાનતનો પર્દાફાશ કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here