2020નુ વર્ષ હજુ પણ શું બતાવશે ભગવાન જાણે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે.

  • કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક 
  • દિલ્હીની હોસ્પિટલમાં દાખલ 
  • હાલ તબિયત સુધારા પર 

હાર્ટ એટેક આવ્યા બાદ તે હોસ્પિટલમાં દાખલ થયા હતા, સૂત્રો દ્વારા એવી માહિતી પણ છે કે દિલ્હીના એક હોસ્પિટલમાં તેમની એન્જીઓપ્લાસ્ટી પણ થઇ છે. જો કે હાલ તેમની હાલ સ્થિર છે અને તેમની તબિય સુધારા પર છે. 

જેવી આ ખબર બહાર આવી તરત જ સોશ્યલ મિડીયા પર તેમના માટે લોકો પ્રાર્થના કરવા લાગ્યા હતા. ભારતને પોતાની કપ્તાનીમાં પહેલો વન ડે વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં કરવામાં આવે છે. 

કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી છે. તેમના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. જ્યારે વન ડેમાં તેમણે 3783 રનની સાથે 253 વિકેટ પણ લીધી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here