મહારાષ્ટ્રના નાગપુર પોલીસે જન્મદિવસની ઉજવણીમાં કથીત રીતે તલવારથી કેક કાપવાના કેસમાં 19 વર્ષના યુવકની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું છે કે, યુવક તલવારથી કેક કાપતા સમયના ફોટા સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. સોશયલ મીડિયા ઉપર ફોટા વાઈરલ થયા બાદ પોલીસે એક્શન લીધા અને નાગપુર પોલીસે તેની ધરપકડ કરી છે.

વિવિધ કલમો હેઠળ નોંધાયો ગુનો

પારડી પોલીસ સ્ટેશનમાં અધિકારીએ કહ્યું કે, આરોપી નિખિલ પટેલે 21 ઓક્ટોબરે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તે અને તેના મિત્ર ચાર મોટા કેક લઈને આવ્યાં હતાં. તે બાદ પટેલે તલવાર કાઢી અને પોતાના મિત્રોની હાજરીમાં ચારેય કેકોને કાપી હતી.

સોશયલ મીડિયામાં વાઈરલ થયા ફોટા

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, તલવારથી કેક કાપવાનો વીડિયો અને ફોટો વ્હોટ્સ એપ અને અન્ય સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. તે બાદ પટેલના ઘરે દરોડો પાડીને તલાવર કબ્જે કરવામાં આવી અને તેની ધરપકડ કરાઈ. પોલીસે જણાવ્યું કે, નિખિલ પટેલ સામે હથિયાર કાયદો અને મુંબઈ પોલીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here