ત્રીજા ચરણના ટ્રાયલમાં એક વોલેન્ટિયરની તબિયત ખરાબ થતાની સાથે સમગ્ર વિશ્વમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકા (AstraZeneca)ની રસીના ટ્રાયલ રોકી દેવામાં આવ્યા હતા. એ બાદ અન્ય દેશોમાં તેને ફરી શરુ કરવામાં આવ્યા હતા. જોકે અમેરિકામાં તે શરુ કરાયા નહોંતા. જોકે હવે અમેરિકામાં તેના ટ્રાયલ ફરી શરુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા બ્રાઝિલમાં એક વોલેન્ટિયરનું મોત થતા હવે બધાની નજર ત્યાં લાગેલી છે. જોકે આ વોલેન્ટિયરને રસી આપવામાં આવી નહોંતી.

  • અમેરિકામાં તેના ટ્રાયલ ફરી શરુ કરવામાં આવ્યા છે
  • કંપનીએ વોલેન્ટિયર્સના રિએક્શન અંગે માહિતી આપવાની રહેશે
  •  રસી અને આ બિમારીને લીંક કરવું નકારી પણ ન શકાય

સપ્ટેમ્બરમાં રસીના ટ્રાયલ રોકવામાં આવ્યા બાદ અમેરિકામાં તેની સ્વતંત્ર તપાસ કરવામાં આવી હતી. રસીના ત્રીજા ચરણના ટ્રાયલ દરમિયાન એક વોલેન્ટિયરમાં ટ્રાન્સવર્સ માયલાઈટિસની કંડિશન ઉભી થઈ ગઈ હતી. જેમાં કરોડરજ્જુના હાડકામાં સોજો આવી જાય છે. જે ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે. અમેરિકામાં કરવામાં આવેલી તપાસમાં જોવા મળ્યું કે તે ન્યૂરોલોજિકલ સમસ્યા દર્દીઓની નહોંતી થઈ. જેના કારણે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

જો કે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ એફડીએનું કહેવું છે કે રસી અને આ બિમારીને લીંક કરવું નકારી પણ ન શકાય. હવે જ્યારે ટ્રાયલ શરુ કરાશે ત્યારે કંપનીએ વોલેન્ટિયર્સના રિએક્શન અંગે માહિતી આપવાની રહેશે.

બીજી તરફ દેશના ટોપ એક્સપર્ટ્સે આશા વ્યક્ત કરી છે કે જોનસન એન્ડ જોનસનના ટ્રાયલ ફરી શરુ કરી શકાય છે. કંપની તરફથી રસીના ત્રીજા ટ્રાયલને રોકવા પડ્યા હતા. આ ટ્રાયલમાં તમામ વોલેન્ટિયર્સમાં કેટલીક અજાણી બિમારી જોવામળી હતી.જે બાદ તેનું ટ્રાયલ રોકવામાં આવ્યું હતુ. બીજી તરફ બ્રિટન સરકારના સલાહકાર સમિતિના એક મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય. આ લોકોની વચ્ચે હંમેશા રહેશે. રસીથી પરિસ્થિતિને રાહત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here