કાંદાના ભાવોમાં થયેલા ભડકાને લઈ આમ આદમીનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. મોંઘીદાટ શાકભાજી, કઠોળને લઈને ગૃહિણીઓ પરેશાન છે. કોરોનાકાળમાં એકાએક ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૫૦ના વધારા સાથે ભાવ રૂ.૮૦એ પહોંચ્યો છે. ડુંગળીના ભાવમાં ભડકા સાથે જ બટાટાના ભાવ પણ બમણા થયા હતા. જયારે આદુ,કોથમીર,સુકુ લસણ,તુવેર અને ફલાવર સહિત કોબીના ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારાથી નિરાશા વ્યાપી છે.