ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. જેમાં કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 27મી ઓક્ટોબરના રોજ મુકરર કરી છે.હાર્દિક પટેલ દ્વારા આજે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે થોડાં દિવસો બાદ બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને તેનો પ્રચાર અત્યારે શરૂ થઇ ચૂક્યો છે.
હાર્દિકની પિટિશનનો રાજ્ય સરકારે કર્યો વિરોધ

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હાર્દિકનું પણ નામ સામેલ હોવાથી પક્ષના પ્રચાર માટે તેનું બિહાર જવું જરૂરી છે. તેથી તેને ગુજરાતની હદ બહાર જવાની પરવાનગી આપવામાં આવે. આ પિટિશનનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો અને જવાબ રજૂ કરવા સમયની માગણી કરી હતી. તેથી કોર્ટે સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 27મી ઓક્ટોબરના રોજ નિયત કરી છે.