ગુજરાતી ફિલ્મો (Gujarati Film)ના સુપર સ્ટાર નરેશ કનોડિયા (Naresh Kanodia) હાલ કોરોનાગ્રસ્ત (Corona) છે. તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પરંતુ ગઈકાલે અચાનક જ સોશિયલ મીડિયા (Social Media) પર તેમના મોતની અફવા ઉડી હતી. તેમાં પણ કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો હતો. રૂપાલાએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. એટલું જ નહીં, હિતુ કનોડિયાના ટ્વીટ પર તેમણે ટ્વીટ કર્યું હતું. નરેશ કનોડિયાના દીકરા હિતુએ ફેસબુક પર તેમના પિતા સ્ટેબલ હોવાનો વિડીયો મુક્યાના 45 મિનિટ બાદ રૂપાલાએ ટ્વિટ કરી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે બાદમાં ભૂલ સમજાતા તેમણે ટ્વિટ ડિલિટ માર્યું હતું.

સાબરકાંઠા જીલ્લાના ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડીયાએ પિતા નરેશ કનોડિયાની કોરોનાને લઇને નાદુરસ્ત તબિયતને લઇને જાણકારી આપી હતી. ઇડરના એક સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત હિતુ કનોડીયાએ કહ્યુ હતુ કે, તેમના પિતા નરેશ કનોડીયાની તબિયત સ્થિર છે. હાલ તેઓ વેન્ટીલેટર પર છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરુ છું કે તેઓ તેમના સ્વાસ્થ્ય માટે અપીલ કરે. જલદી થી પિતા સાજા થઇ ઘરે આવે તેવી આશા સેવી રહ્યા છે. નરેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગતના પ્રસિદ્ધ કલાકાર છે અને તેમની તબિયત અને તેમના લગતા ખોટા સમાચારો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થવા લાગ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયાને 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળખોરો દ્વારા તેમના મોતની અફવા ફેલાવવામાં આવી હતી. પરંતુ નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા તેમના દીકરા હિતુ કનોડિયાએ આજે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, આપ સૌની પ્રાર્થના કામ કરી રહી છે, મારા પપ્પા સ્ટેબલ છે અને યુ.એન.મહેતામાં તમામ ડોક્ટર મળીને સૌ સારી સંભાળ રહ્યાં છે. બસ પ્રાર્થના કરો કે તેઓ સાજા થઈને સારા થઈ હોસ્પિટલ બહાર આવે. ખાસ કરી અફવાઓમાં માનતા નહીં અને સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ કે લોકોની લાગણી દુભાઈ એવું ના કરો. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here