હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિનું ખાસ મહત્વ છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં 9 દિવસ આનંદ અને ભક્તિ સાથે ઉજવાય છે. આ દિવસોમા દેવીની આરાધના કરીને તેમને પ્રસાદ ચઢાવાય છે. તો જાણો આઠમ, નોમ અને દશેરાના મૂહ્રત અને સાચી તારીખ.

  • જાણો આઠમ અને દશેરાની તારીખો
  • મહાઅષ્ટમી વ્રત 24 ઓક્ટોબરે
  • દશેરા 25 ઓક્ટોબરે 11 વાગ્યા બાદ

 
મૂહુર્તને લઈને મુશ્કેલી

આ વર્ષે ભક્તોમાં અષ્ટમી અને નવમીની તિથિને લઈને શંકા જોવા મળી રહી છે. મૂહૂર્ત 2 દિવસ હોવાથી કોઈને ખ્યાલ આવતો નથી કે વ્રત કયા દિવસે કરવું અને દશેરાનું પૂજન ક્યારે કરવું. 24મીએ શનિવારે મહાઅષ્ટમીનું વ્રત રખાશે. જાણો નવમી અને દશેરા ક્યારે ઉજવાશે. 

મહાઅષ્મીનું મૂહૂર્ત

23 ઓક્ટોબર સવારે 6.58થી 24 ઓક્ટોબર શનિવારે સવારે 7.01 મિનિટ સુધી અષ્ટમી રહેશે.

 
નોમનું મૂહુર્ત

24 ઓક્ટોબર આઠમ ખતમ થતાં નોમ શરૂ થશે. જે 25 ઓક્ટોબર સવારે 7.44 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર નોમની પૂજા 25 ઓક્ટોબરે થશે. 

દશેરાનું મૂહૂર્ત

25ઓક્ટોબરે 11 વાગ્યા બાદ દશેરાની તિથિ લાગશે. અને દશેરા ઉજવાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here