રેલવેમાં 1.4 લાખ નોકરીઓ માટે 2.4 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓ હેરાન કરી દેનારી છે. રેલવે ભરતી બોર્ડના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ માટે ભરતી માટે અરજી મંગાવવામાં આવી હતી.

ત્રણ વર્ગો માટે બહાર પાડી હતી જાહેરાત

રેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આરઆરબીએ એનટીપીસી અને વિવિધ ક્ષેણીઓના કર્મચારીઓ માટે કુલ 1.4 લાખ ખાલી જગ્યા ઉપર ત્રણ કેન્દ્રીય રોજગાર અધિસૂચનાઓ જાહેર કરી હતી. રેલવેએ ત્રણ વર્ગોમાં ખાલી પડેલી જગ્યા માટે જાહેરાત આપી હતી. લેવલ 1 (ટ્રેક મૈંટેનર, પ્વાઈંટમેન વિગેરે) માટે 1,03, 769 જગ્યા, એનટીપીસી(નોન-ટેકનિકલ) માટે 35,208 જગ્યા અને આઈસોલેટેડ અને સ્ટેનો અને ટીચર્સ માટે 1663 જગ્યા ખાલી પડી છે.

2.4 કરોડથી વધારે ઉમેદવારોએ કરી અરજી

રેલવેના નિવેદન પ્રમાણે આ રોજગાર જાહેરાત દ્વારા 2.4 કરોડથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. અમે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ માટે તમામ તૈયારી કરી લીધી છે. જેનું 15 ડિસેમ્બરથી આયોજન થનારૂ છે. આ પહેલા રેલવે ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોની અરજીનું સ્ટેટસ પોતાની વેબસાઈટ્સ ઉપર અપલોડ કરી દીધા છે. જેણે આઈસોલેટેડ અને મિનિસ્ટ્રિયલ ક્ષેણી માટે અરજી કરી છે. અરજીની સ્થિતિની તપાસ કરવા માટે લિંક 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી 20 ઓક્ટોબરના રાત્રે 11.59 વાગ્યા સુધી સક્રીય હતી. ઉમેદવારોએ આરઆરબીની ઓફિશીયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને તેની અરજીની સ્થિતિ અંગે તપાસ કરવા માટે લીંક ઉપર ક્લિક કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here