શેર માર્કેટમાં માર્ચ પછી મોટી રિકવરી જોવા મળી છે. આ સમય દરમિયાન, ઘણી કંપનીઓએ શેરબજારમાં એન્ટ્રી પણ લીધી છે. 2020 માં લિસ્ટ થયેલ કુલ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1.35 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ શેરોએ લિસ્ટિંગના દિવસે પણ રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે.



એવન્યુ સુપર માર્ટ શેરબજારમાં 2017 માં લિસ્ટેડ કરવામાં આવ્યું હતું જેણે લિસ્ટિંગના દિવસે 114% રીરત્ન આપ્યું હતું. આ શેરના રોકાણકારોએ ફક્ત એક વર્ષમાં 343% વળતર આપ્યું છે. આ સિવાય બીજા ઘણા શેરો પણ છે જેણે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. લિસ્ટિંગના દિવસે અથવા ટૂંકા સમયગાળામાં ઘણી સ્ક્રીપ્ટોએ રોકાણકારોને માલામાલ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે વર્ષ 2015 થી 2019 દરમિયાન કુલ 121 કંપનીઓના આઈપીઓ આવ્યા હતા. વર્ષ ૨૦૨૦ના અત્યારસુધી કુલ 23 કંપનીઓના આઈપીઓ આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 143 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ હતી. એકંદરે શેરબજારમાં લિસ્ટ શેરએ રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. નફાની દ્રષ્ટિએ વર્ષ ૨૦૧૫ બાદના સમયગાળામાં વર્ષ 2017 શ્રેષ્ઠ રહ્યું છે જેમાં રોકાણકારોએ માલામાલ કર્યા હતા
માર્ચ 2020થી બજારમાં મોટી રિકવરી જોવા મળી છે. નિફ્ટી 23 માર્ચથી 23 ઓક્ટોબર સુધીમાં 56.76% રિકવર થયો છે. આ સિવાય બેન્ક નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સમાં અનુક્રમે 44.69% અને 56.59% નો સુધારો થયો છે. આ સમય દરમિયાન ઓછી કિંમતના શેરના ટ્રેડિંગમાં રોકાણકારોએ સારો નફો કર્યો હતો.અમે છેલ્લા ૫ વર્ષમાં લિસ્ટેડ થયેલા અગ્રગણ્ય શેરના લિસ્ટિંગ અને એન્યુઅલ રિટર્નથી આપને વાકેફ કરવા જઈ રહ્યા છે.

વર્ષ ૨૦૧૫
આ વર્ષમાં શેર બજારમાં કુલ 21 આઈપીઓ હતા. વીઆરએલ લોજિસ્ટિક્સએ રોકાણકારોને લિસ્ટિંગના દિવસે 44% જયારે એક વર્ષમાં ફક્ત 99% વળતર આપ્યું હતું.