પંજાબ (Punjab)ના હોશિયારપુર (Hoshiarpur) જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ મર્ડર મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કહ્યું કે, હાથરસમાં પિકનિક માટે ગયેલા ભાઈ-બહેનની જોડી હવે ક્યાં છે

નવી દિલ્હી: પંજાબ (Punjab)ના હોશિયારપુર (Hoshiarpur) જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ મર્ડર મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કહ્યું કે, હાથરસમાં પિકનિક માટે ગયેલા ભાઈ-બહેનની જોડી હવે ક્યાં છે? કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ હોશિયારપુર ન જવા પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર સવાલ ઉઠાવ્યો છે.

કોંગ્રેસ શાસન રાજ્યમાં દુ:ખ વ્યક્ત કરવા કેમ ન ગયા ભાઈ-બહેન
નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે દુષ્કર્મની ઘટનાને કોઈ રાજકારણ સાથે જોડવા નથી માંગતા. અમે કોંગ્રેસ પાર્ટીથી પૂછી રહ્યાં છે કે, જ્યાં કોંગ્રેસની સરકાર નથી, ત્યાં ભાઈ-બહેનની જોડી પિકનિક મનાવવા જાય છે, પરંતુ જ્યાં કોંગ્રેસ સરકારનું રાજ છે ત્યાં દુષ્કર્મ થયા છે તો રાહુલ ગાંધીનું ટ્વીટ પર નથી આવતું.

હાથરસ પર ટ્વીટ કરનાર કોંગ્રેસી સાંસદ કેમ ચુપ
નિર્મલા સીતારમણે કહ્યું કે, હાથરસની ઘટના પર કોંગ્રેસના 35 સાંસદોએ ટ્વીટ કરી અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હોશિયારપુરમાં એક અનુસૂચિત જાતીની બાળકી પર થયેલી બર્બરતા પર બધા ચુપ છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા નિર્મલા સીતારમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવની સાથે શુક્રવારના ઘણી જગ્યા પર પ્રચાર કર્યો. પરંતુ બિહારની દીકરી સાથે થયેલી આ ઘાતકી ઘટના પર એક શબ્દ પણ કહ્યો નહીં.

RJDના રાજમાં બિહારમાં મહિલા પર અત્યાચાર
નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવ અને તેના ભાઈ ઉપર 2008માં દિલ્હીમાં એક યુવતીની સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો હતો. RJDના રાજમાં ઘણા સીનિયર અધિકારીના પરિવારની દીકરીઓ સાથે અભદ્રતા થઈ. એવા લોકો બિહારની દીકરી સાથે થયેલી ક્રરતા પર શું બોલશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here