આવકવેરા વિભાગે જણાવ્યું કે, હવે સામાન્ય નાગરિક વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધી દાખલ કરી શકે છે. પહેલા તે માટે અંતિમ તારીખ 30 નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી. 

નવી દિલ્હીઃ કોરોના કાળમાં આવકવેરા વિભાગે રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધી દાખલ કરી શકે છે. આ પહેલા રિટર્ન માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી. 

કેન્દ્રીય નાણામંત્રાલય પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર હવે વેતનભોગી અને તેવા કરદાતા જેના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ લાગતો નથી, તેઓ 31 ડિસેમ્બર 2020 સુધી રિટર્ન દાખલ કરી શકે છે. તેવા ટેક્સપેયર જેના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ લાગે છે, તેના માટે આઈટી રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે. 

આ પહેલા સરકારે મેમાં નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરી દીધી હતી. આ સિવાય કર વિવાદોનો નિવારણ માટે લાવવામાં આવેલી ‘વિવાદથી વિશ્વાસ યોજના’નો લાભ કોઈપણ વધારાના ચાર્જ વગર 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી હતી. 

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ડિડક્શનના બે અન્ય વિકલ્પને સામે રાખ્યા છે. તેવામાં જો તમે રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યાં છો તો તેનો ફાયદો ઉઠાવી શકો છે. જો તમે સસ્તું ઘર અને ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદ્યું છે, તેના પર પણ ડિડક્શનનો લાભ મળે છે. સસ્તા ઘર પર હોમ લોનના ઇન્ટ્રસ્ટ પેમેન્ટમાં 1.5 લાખ છૂટ અલગથી મળે છે. આ સિવાય ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવા માટે કાર લોકન પર ઇન્ટ્રેસ્ટ પેમેન્ટમાં 1.5ની છૂટ મળે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here